Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ એસ.ઓ.જી પોલીસે હાથનોલી ગામેથી ૧.૩૨ લાખના ગાંજાના છોડ ઝડપી પાડયા

Share

નડિયાદના હાથનોલી ગામેથી મોટી માત્રામાં ગાંજાની ખેતીનો પર્દાફાશ જિલ્લાની એસઓજી પોલીસે કર્યો છે. પોલીસે ગાંજાના છોડ નંગ ૧૯ કિંમત રૂપિયા ૧.૩૨ લાખના કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી  છે. જોકે આ બનાવમાં આરોપીને વોન્ટેડ જાહેર કરાયો છે.

ખેડા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના માણસોને મંગળવારની  સાંજે બાતમી મળી હતી કે નડિયાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાં આવતા હાથનોલી ગામે ગાંજાની ખેતી થઈ રહી છે.  પોલીસે આ વિસ્તારના વજેસીંહ દેસાઇભાઇ રાઠોડ (રહે. સીલોડ, હાથનોલી રોડ, નડિયાદ)ના ખેતરમાં છાપો માર્યો હતો. વજેસિંહના પોતાની માલીકીના  ખેતરમાં વનસ્પતિજન્ય માદક પદાર્થ લીલા ગાંજાના કુલ છોડ નંગ- ૧૯ મળી આવ્યા હતા. પોલીસે એફએસએલને બોલાવી તપાસ કરાવતાં આ છોડ ગાંજાના હોવાનું માલુમ પડ્યું હતું.  છોડને  કબ્જે કરી  તેનુ વજન કરતા કુલ વજન ૧૩ કિલો ૨૯૦ ગ્રામ થયેલ હતું. જેની કુલ કિંમત રૂપિયા ૧ લાખ ૩૨ હજાર ૯૦૦ના ઘણી શકાય આ દરોડામાં ગાંજાનુ વાવેતર કરનાર વજેસીંહ દેસાઇભાઇ રાઠોડ મળી આવ્યો નહોતો.‌ પોલીસે આ ઈસમને વોન્ટેડ જાહેર કરી તેની સામે એન.ડી.પી.એસ. એક્ટની કલમ હેઠળ નડિયાદ રૂરલ પોલીસમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી  છે.

Advertisement

ઉલ્લેખનીય છે કે, પોલીસે આ કામગીરી રાજ્ય સ્તરે ચાલી રહેલ સ્પેશિયલ ડ્રાઈવ અંતગર્ત કરી છે. ત્યારે આવનારા સમયમાં શ્રાવણ માસ, નવરાત્રી સહિતના તહેવારો આવવાના હોય તેમાં પણ મોટા પ્રમાણમાં નશીલા પદાર્થનો કાળો કારોબાર જામશે તો તેને ડામવા અત્યારથી જ પોલીસ કમર કસે તેવી માંગ ઉઠી છે.

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

આણંદ જિલ્લાના ખંભોળજના સુપ્રસિદ્ધ ચેહર માતાજીના મંદિરે આગામી તા.૧૮ એપ્રિલના રોજ તેરમો પાટોત્સવ યોજાશે.

ProudOfGujarat

ભરૂચ:વોર્ડ નં-૬ માં વરસાદ આવતા જ રસ્તાઓની હાલત બિસ્માર.સ્થાનિકોમા ચૂંટાયેલા નગર સેવકો પ્રત્યે રોષની લાગણી…

ProudOfGujarat

વિરમગામ ના ઓગણ પ્રાથમિક શાળા માં 250 થી વઘુ વિઘાર્થીઓ ને વિનામૂલ્યે ગણવેશ નુ વિતરણ કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!