Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : મહુધા પાસે મોટરસાયકલ અને એક્ટિવા સામસામી ટકરાતાં એકનું મોત નિપજ્યું

Share

મહુધા તાલુકાના મીનાવાડા ગામે રહેતા સુરેશભાઈ રાવજીભાઈ ચૌહાણના કાકાનો દીકરો લક્ષ્મણભાઇ ચંદુભાઈ ચૌહાણ અને મહુધા તાલુકાના ખુટજ ગામે રહેતા પ્રશાંતભાઈ દિલીપભાઈ પટેલ ગઇ કાલે સવારે મિત્ર અજયભાઈ ભરતભાઈ સોઢા સાથે મોટરસાયકલ પર સિંહુજ ચોકડીએ નાસ્તો કરવા ગયા હતા. મોટરસાયકલ પ્રશાંતભાઈ ચલાવતાં હતાં. સવારના ૭ વાગ્યાની આસપાસ મહુધાના હજાતીયા પાટીયાથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે સામેથી આવતા એક્ટિવાના ચાલકે ઉપરોક્ત મોટરસાયકલને આગળના ભાગે અથડાવ્યુ હતું.  બંન્ને વાહન ચાલકો રોડ પર પટકાયા હતા. વધારે ઈજાગ્રસ્ત થયેલ અજયભાઈ ભરતભાઈ સોઢાને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે અજયને મૃત્યુ નિપજયું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ મામલે પ્રશાંતભાઈ દિલીપભાઈ પટેલે ઉપરોક્ત એક્ટીવા વાહન ચાલક સામે મહુધા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

હૈં..માં,મારો શુ વાંક,? તું પરત આવી જા હું સિવિલમાં જ છું, અંકલેશ્વરના મોટા કરારવેલ પાસેથી તાજું જન્મેલ બાળક મળી આવતા ચકચાર,૧૦૮ દ્વારા બાળકને સારવાર અર્થે ભરૂચ સિવિલ ખસેડાયો..!!

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં મોહરમ પર્વ નિમિત્તે શહીદે કરબલાની યાદમાં કલાત્મક તાજીયા ઝુલુસ કાઢવામાં આવ્યા,ફ્રી પેલેસ્ટાઇન નાં પોસ્ટર લાગ્યા

ProudOfGujarat

આરટીઆઇની માહિતી નહીં આપતાં આયોગમાં ઘા, ચોક્કસ વિગતો આપવા આયોગનો હુકમ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!