Proud of Gujarat
FeaturedGujaratINDIA

લંડનમાં ગુમ થયેલા અમદાવાદના યુવકનો મૃતદેહ 11 દિવસ બાદ થેમ્સ નદીમાંથી મળ્યો, જાણો શું છે સમગ્ર ઘટના

Share

લંડનમાં ભણવા ગયેલા અમદાવાદના યુવક કુશ પટેલનો મૃતદેહ 11 દિવસ બાદ મળી આવ્યો છે. તેની ફિંગર પ્રિન્ટના આધારે ઓળખ કરવામાં આવી છે. જેને નદીમાંથી ઝંપલાવ્યું હોવાની વિગતો સામે આવી રહી છે. લંડનમાં હાજરી તેમજ આર્થિક સંકળામણના કારણે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક વિગતોમાં સામે આવી રહ્યું છે. કુશ સ્ટુડન્ટસ વિઝા પર લંડન ગયો હતો.

કુશ પટેલ લંડનથી 10 ઓગસ્ટે ગુમ થયો હતો. ત્યારે 11 દિવસ બાદ પોલીસ તપાસમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. ફિંગર પ્રિન્ટ મેચ થતા કુશ પટેલ હોવાનો ખુલાસો થયો છે. લંડનના બ્રિજ પથી નદીમાં ઝંપલાવ્યું હતું. જોકે, આ મામલે કુશ પટેલના સ્વજનોને જાણ કરવામાં આવી હતી.

Advertisement

10 ઓગસ્ટના રોજ મોબાઈલ સ્વીચઓફ આવતો હતો. ત્યારે કોહવાયેલી હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. ફિંગર પ્રિન્ટ પણ મેચ નહોતા થતા 10 દિવસે તેની ઓળખ થઈ અને 11 માં દિવસે પરીવારને જાણ કરવામાં આવી છે.

અટેન્ડન્સ તેની પૂર્ણ નહોતી ત્યારે રહેવાની બાબતમાં પણ પૈસા તેના ખર્ચ થઈ ગયા હતા. પરીવારને શું જવાબ આપશે તેને લઈને ચિંતામાં હતો. પોલીસે આ સમગ્ર મામલે તપાસ કરી હતી અને સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ લોકેશનના આધારે તેની તપાસ કરી હતી.


Share

Related posts

ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા 296 નવ નિયુકત નિમણૂક પામનારા તાલીમાર્થીઓને કોવિડ કિટનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ ના કતોપોર દાળાગલી સ્થિત કરિયાણા ની દુકાન અને અન્ય ત્રણ દુકાનોમાં તસ્કરો ત્રાટક્યા.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા ફોટોગ્રાફર-વિડીયોગ્રાફર એસોસિએશન દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!