Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડાકોરમાં VIP દર્શન મામલે હિંદુ સંગઠનોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી

Share

આજરોજ હિન્દુ સંગઠનના યુવાનો તથા ઠાસરા તાલુકાના સરપંચ એસોસિએશનના સરપંચો મંદિરમાં પહોંચી રજૂઆત કરી હતી. વીઆઇપી દર્શન બંધ કરો બંધ કરો… અઢીસો પાંચસો બંધ કરો ના નારા લગાવ્યા હતા. આગેવાનોએ જણાવ્યું હતું કે ભગવાન તો પ્રેમના ભૂખ્યા ના નારા લગાવી આ નિર્ણયનો ઉગ્ર વિરોધ કર્યો હતો. આ ઉગ્ર વિરોધ સાથે મંદિરના મેનેજરને લેખિતમાં રજૂઆત કરાઈ હતી.

યુવા ક્ષત્રિય સમાજ ખેડા જિલ્લાના ઉપપ્રમુખ અને ખીજલપુરના સરપંચના પ્રતિનિધિ અક્ષય પરમારે જણાવ્યું હતું કે, આ નિર્ણય ખરેખર ગેરવ્યાજબી છે. અમારો સખ્ત વિરોધ છે મંદિર પ્રશાસન એવુ કહે છે કે જેને ભગવાનના નજદીકથી દર્શન કરવા હોય એના માટે છે. પણ કાલ ઉઠીને વધારે પૈસા આપીને ભગવાનને ઘરે બોલાવશે આથી ભક્તિને પૈસા સાથે કદી પણ તોલવી જોઈએ નહીં. વધુમાં તેઓએ જણાવ્યું કે જો આજે સાંજે ૬ વાગ્યા સુધી નિર્ણયમાં કોઈ ફેરફાર કે પાછો નહીં ખેંચે તો અમે સૌ લોકો ઉપવાસ આંદોલન કરીશું તેવી ચીમકી ઉચ્ચારી છે.

નરેશ ગનવાણી : નડીયાદ

Advertisement

Share

Related posts

ભરૂચ પાંચબત્તીથી મહંમદપુરા તરફ જતા બિસ્માર મુખ્ય માર્ગનું પેવર મશીનથી કાર્પેટિંગની કામગીરીનો પ્રારંભ.

ProudOfGujarat

નંદેલાવ બ્રિજ પર લક્ઝરીની ટક્કરે બાઇક પરથી પટકાયેલી પત્નીનું મોત : પતિને સામાન્ય ઈજા

ProudOfGujarat

નેત્રંગ : બલદવા-પીંગોટ ડેમ ઓવરફ્લો થવાની શક્યતાઓ નહીંવત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!