Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લામાં ભાજપ દ્વારા તાલુકા, જિલ્લા પંચાયતો પાલિકાના પ્રમુખો માટે સેન્સ લેવાયાં

Share

નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પ્રમુખ અને ઉપ્રમુખના અઢી વર્ષ પૂર્ણ થયા ત્યારે નિયમોનુસાર નવા પ્રમુખ ઉપ્રમુખની વરણી કરવાની હોય છે ત્યારે નર્મદા જિલ્લામાં પાંચ તાલુકા પંચાયત, એક જિલ્લા પંચાયત અને રાજપીપલા નગરપાલિકા આમ તમામ જગ્યાએ ભાજપનું શાસન છે ત્યારે રાજપીપલા નજીક ખોડિયાર હોટલ ખાતે ભાજપના ત્રણ નિરીક્ષકો દ્વારા આજે કાર્યકર્તાઓને સંભાળવામાં આવ્યા હતા જેમાં વિવિધ તાલુકાઓમાંથી કાર્યકર્તાઓ દ્વારા પ્રમુખ પદ માટે દાવેદારી નોંધાવી હતી અને નિરીક્ષકો સામે પોતાની વાત મૂકી હતી.

નિરીક્ષકોમાં પૂર્વ સાંસદ દિલીપભાઈ પટેલ, રાજેશભાઈ દેસાઈ ડાંગ જિલ્લા પ્રભારી, તેમજ રાજ્ય મહિલા મોરચાના મહામત્રી તૃપ્તિબેન વ્યાસ, રાજપીપળા નજીક આવેલ ખોડીયાર હોટલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ

ProudOfGujarat

ભરૂચનાં બજારોમાં ગલગોટાનાં ભાવ આસમાને જાણે ગલગોટાનાં ડુંગર ખડકાયા….

ProudOfGujarat

દહેજ એલ.એન.જી પેટ્રોનેટ ખાતે ‘ઓપરેશન શિલ્ડ’ અન્વયે હવાઇ હુમલા અંગે મોકડ્રિલ યોજાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!