Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા જિલ્લાના ડેસર તાલુકા પંચાયતમાં કોંગ્રેસનાં પાંચ સભ્યોએ કેસરિયો ખેસ ધારણ કર્યો

Share

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ડેસર તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો સફાયો થયો છે કોંગ્રેસના સાત સભ્યો પૈકી પાંચ સભ્યે કોંગ્રેસમાંથી રાજીનામાં આપીને ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે.

આધારભૂત સૂત્રોએ જણાવેલી વિગત એવી છે કે વડોદરા જિલ્લાના ડેસર તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું શાસન હતું પરંતુ કોંગ્રેસના સાત સભ્યો પૈકીના પાંચ સભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામાં ધરી દીધા હતા. આ તમામ સભ્યો મણીભાઈ જાદવ, મિતેશ પટેલ, મણીબેન પરમાર, કૈલાશ રાઠોડ અને આરતી પટેલે આજે વિધિવત રીતે ભારતીય જનતા પક્ષમાં કાર્યકરો સાથે જોડાઈ ગયા હતા. ભાજપમાં જોડાયેલા ડેસર તાલુકા પંચાયતના આ પાંચેય સભ્યો સહિત કાર્યકરોને કેસરિયો ખેસ ધારણ કરાવીને જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સતીશ નિશાળીયાએ તમામને ભાજપમાં પ્રવેશ આપ્યો હતો.

Advertisement

Share

Related posts

હાંસોટ તાલુકાના બી.આર. સી.કો-ઓર્ડિનેટરનું સન્માન કરાયું.

ProudOfGujarat

અંકલેશ્વર તેમજ પાનોલી જીઆઈડીસીમા વરસાદના કારણે પ્રોડક્શન પર માઠી અસર ઊભી થઈ…

ProudOfGujarat

રક્ષાબંધન નિમિત્તે વલસાડમાં ભાજપ કાર્યકર્તા બહેનો એ અનુસૂચિત જાતિના ભાઈઓને રાખડી બાંધી ,જ્યારે દેશની આન બાન અને શાન સૈનિકોને પણ બહેનોનું રક્ષા કવચ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!