Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજકોટ : બેંકમાંથી લોન લઈ ન ચૂકવેલ બે વ્યક્તિને ૬ મહિનાની સજા, વળતર રૂપે ચેકની રકમ વાર્ષિક ૯ ટકાના વ્યાજ સાથે ચૂકવવા આદેશ આપ્યો.

Share

રાજકોટ નાગરિક સહકારી બેંક લોકોને ધંધામાં રૂપિયાની મદદ થાય તે માટે ઉછીના રૂપિયા લોન સ્વરૂપે આપે છે પરંતુ કેટલાક લોકો એ લોન ન ચૂકવતાં તેમના ખાતા ડિફોલ્ટર થઈ જાય છે અને ન છૂટકે બેંકને ચેક રિટર્નનો કેસ કોર્ટમાં દાખલ કરવો પડે છે. તેવો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં રાજકોટની બે મહિલાઓએ રાજકોટ નાગરિક સહકારી બેંકમાંથી ૧ લાખ રૂપિયા લોન સ્વરૂપે લીધા હતા જે ન ચૂકવતાં તેમને કોર્ટમાં કેસ દાખલ કરવો પડ્યો. મળતી માહિતી અનુસાર રાજકોટ નાગરિક સહકારી બેંક લી. માંથી કિરણબેન ડાભી અને કનક બા જાડેજા બન્નેએ ૧ લાખની લોન લીધેલી હતી જેની ચૂકવણી પેટે ચેક આપ્યા હતા પરંતુ બેંકના ખાતામાં રૂપિયા ન હોવાથી ખાતા ડિફોલ્ટર થયા હતા. જેથી રાજકોટ નાગરિક સહકારી બેંક લી. એ ચેક રિટર્નનો કેસ કોર્ટમાં દાખલ કર્યો હતો. કોર્ટમાં કેસ ચાલી જતાં જજે બંને ડીફોલટરને ૬ માસની સજા ફટકારી હતી અને વળતર પેટે બેંકને લોનની રકમ ૯ ટકાના સદા વાર્ષિક વ્યાજ પેટે ચૂકવવા આદેશ આપ્યો હતો.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરનાં સોનાનાં કારીગર નું ભેજાબાજ 82 હજાર ઉપરાંતનું સોનુ સેરવી ગયો …

ProudOfGujarat

લીંબડી તાલુકાના નટવરગઢ ગ્રામ પંચાયતના રસ્તા પર કીચડથી અરજદારો પરેશાન

ProudOfGujarat

અયોધ્યાના રામ મંદિર માટે નીકળેલી અમૃત યાત્રા વડોદરા પહોંચી, દેશભરમાં 75 સ્થળોએથી જળ અને માટી એકત્રિત કરશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!