Proud of Gujarat
FeaturedGujaratINDIA

રેત માફિયાના કારનામા-ઝઘડિયા તાલુકાના રસ્તાઓ ઉપર ગેરકાયદેસર રેતીના ઢગલા કરતા ઈસમો સામે કાર્યવાહી કરવા સાંસદની માંગ

Share

ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાએ જિલ્લા કલેકટરને પત્ર લખી માંગ કરી છે કે ઝઘડિયા તાલુકાના ઉમલ્લાથી રાજપારડી અને ગુમાનદેવ સુધીના સ્ટેટ હાઇવેની બંને બાજુ રેતીના વિશાળ ઢગલાઓ કરી દેવામાં આવ્યા છે, જે બાબતે અગાઉ પણ જિલ્લા સંકલન મિટિંગમાં તેઓએ રજુઆત કરી હતી, છતાં પરિણામ મળ્યું ન હતું.

સાંસદ મનસુખભાઇ વસાવા એ જણાવ્યું હતું કે જિલ્લા વિકાસ અધિકારી તથા ખાણ ખનીજ વિભાગને આ મામલે જાણ કરી હતી અને સરકારના નિયમોને સાઇડ કરી ગેરકાયદેસર રીતે રેતીના ઢગલા ખડકી દીધા છે, તેઓને તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવા જિલ્લા કલેકટરને પત્ર લખી વિનંતી કરી છે.

Advertisement

Share

Related posts

ગુજરાત સ્થાપના દિવસના મહિનામા અંગદાન ક્ષેત્રે ગુજરાતની ઐતિહાસિક સિદ્ધી

ProudOfGujarat

માંગરોળ તાલુકા ના વાંકલ ગામે શીતળા સાતમ ની ઉજવણી કરવા માં આવી.

ProudOfGujarat

કેવડિયા કૉલોની મા ઘર માંથી ” બેબી કોબ્રા ” પકડાયો..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!