Proud of Gujarat
FeaturedGujaratINDIA

રંગરેલીયા-ભરૂચની પૂર્વ પટ્ટીના ભાજપ નેતાનો સેક્સ કાંડ, વીડિયો વાયરલ થતા હડકંપ

Share

ભરૂચ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પટ્ટી ઉપર અગ્રણી નેતાની છાપ ધરાવતા અને એક સંપ્રદાયમાં આગેવાની કરતા નેતાનો મહિલા સાથે નીવસ્ત્ર હાલતમાં વીડિયો વાયરલ થતા ભારે ખળભળાટ મચ્યો છે, એક બંધ રૂમમાં સંભોગ ક્રિયા કરતો વાયરલ વીડિયો સામે આવ્યા બાદ રાજકારણ પણ ગરમાયું છે.

કથિત વાયરલ વીડિયોની અમે પુષ્ટી નથી કરતા પરંતુ કહેવાય રહ્યું છે કે આ વાયરલ વીડિયો ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પટ્ટી પરના એક નેતાનો છે, જેઓ પરિણીત છે, તેઓ એક મહિલા સાથે શરીર સુખ માણતા જોવા મળી રહ્યા છે એક મિનિટનો સેક્સ કાંડનો વીડિયો વિદેશી નંબર થકી વાયરલ થયો હતો, જે મીડિયા સુધી પહોંચતા જ ભાજપમાં ભારે ચર્ચાઓએ જોર પકડ્યું હતું.

Advertisement

કહેવાય છે કે ભાજપનો આ નેતા તાલુકા કક્ષાએ અગાવી ઓળખ ધરાવે છે તેમજ આ નેતા એક ધાર્મિક સંપ્રદાયનો પણ અગ્રણી છે, હાલ આ મામલે હજુ સુધી સત્તાવાર રીતે ભરૂચ જિલ્લા ભાજપ તરફથી કોઈ પ્રકારનું નિવેદન સામે આવ્યું નથી તેમજ વાયરલ વીડિયોમાં દેખાતો નેતા પણ ઘટના ક્રમ સામે આવ્યા બાદથી જ અદ્રશ્ય થયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

પહેલા કથિત નિકોરા કાંડ, પછી મહિલા નેતાનો યુવાન સાથેના પ્રેમાલાપ અને હવે વધુ એક અગ્રણી નેતાનો મહિલા સાથે રાસલીલા સામે આવ્યા બાદ કહેવાતી સંસ્કારી પાર્ટીના શિષ્ટા અંગેનાં લીરેલીરા ઉડ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે, ત્યારે હવે જોવું રહ્યું કે આખા આ સેક્સ કાંડ સામે આવ્યા બાદ શું ભારતીય જનતા પાર્ટી મામલે કોઈ સ્પષ્ટતા કરશે..? કે આ નેતા સામે કોઈ પગલાં ભરશે.? તેવા અનેક સવાલો લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.


Share

Related posts

સુરત:પુનાગામ વિસ્તારમાં DGVCL ની ઘોર બેદરકારી.વીજ થાંભલાને અડી જતા યુવતીનું મોત.ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા…

ProudOfGujarat

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતે 15મી મે ના રોજ રાવળ જોગી જ્ઞાતિના પ્રથમ સમુહ લગ્નોત્સવ યોજાશે.

ProudOfGujarat

ભરૂચ : કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલ ત્રણ કૃષિ બિલ રદ કરવા અંગે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!