Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : ઓલપાડ ડભારી દરિયા કિનારેથી ૧૩.૫૬ લાખની કિમતનું ચરસ ઝડપાયું

Share

સુરતના ઓલપાડ ડભારી દરિયા કિનારેથી ચરસનો જથ્થો મળી આવતા ચકચાર મચી જવા પામી હતી, પોલીસે ઘટના સ્થળેથી જઈને બિન વારસી હાલતમાં રહેલો ૯ કિલો અને ૪૦ ગ્રામ ચરસનો જથ્થો જપ્ત કર્યો છે અને આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

સુરત શહેર અને જિલ્લામાંથી અવારનવાર ડ્રગ્સ અને ચરસના જથ્થા સાથે ઇસમોને ઝડપી પાડી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે, ત્યારે સુરતના ઓલપાડ સ્થિત ડભારી દરિયા કિનારેથી ચરસનો જથ્થો મળી આવ્યો છે, ઓલપાડના ડભારી દરિયા કિનારે આવેલા ખોડીયાર માતાના મંદિર નજીક એક મીણીયા કોથળામાં ચરસનો જથ્થો મળી આવ્યો હતો. બનાવની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો. પોલીસે એફએલએલની મદદથી તપાસ કરતા આ પ્રતિબંધિત ચરસ હોવાનું બહાર આવ્યું હતું.

Advertisement

પોલીસ તપાસમાં એક બ્લ્યુ કલરના પ્લાસ્ટીકના મીણીયા કોથળામાં પેકિંગ હાલતમાં ૯ પ્લાસ્ટીકના પેકેટ મળી આવ્યા હતા, એફએસએલની ટીમને બોલાવી તપાસ કરાવતા આ પ્રતિબંધિત ચરસ હોવાનું બહાર આવ્યું હતું જેથી પોલીસે ૧૩.૫૬ લાખની કિમતનું ૯ કિલો અને ૪૦ ગ્રામ ચરસનો જથ્થો જપ્ત કર્યો છે, આ સમગ્ર મામલે ઓલપાડ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને આ ચરસનો જથ્થો તણાઈને આવ્યો છે કે પછી અહિયાં કોઈએ સંતાડી રાખ્યો છે તે સમગ્ર બાબતોને લઈને તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.


Share

Related posts

ગોધરાના અગ્રણી શકીલ તિજોરીવાલાની FCIના બીજી વખત સભ્ય તરીકે નિમણુક

ProudOfGujarat

ભરૂચ ના નર્મદા બસ પોર્ટ કંપનીના ડાયરેક્ટર હેમા બેન મજમુદાર દ્વારા તેઓના જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરાઈ હતી..જેમાં શહેર ના 120 અનાથ તેમજ ગરીબ બાળકોને 25 લકઝ્યુરિયસ કારમાં પીકનીક પર લઈ જવાયા હતા…

ProudOfGujarat

લીઝ ટ્રસ બન્યા બ્રિટનના નવા વડાપ્રધાન, આવતીકાલે થશે તેની શપથવિધિ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!