Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ – અંકલેશ્વરને જોડતા જુના નેશનલ હાઇવે પર કાર સળગી ઉઠતા દોડધામ, સદનસીબે કોઈ જાનહાની નહીં

Share

ભરૂચ અંકલેશ્વર જુના નેશનલ હાઇવે 8 ઉપર ગત રાત્રિના સમયે સામ્રાજ્ય નગર પાસે એક કારમાં અચાનક ધુમાડા નીકળ્યા બાદ ભીષણ આગ ફાટી નીકળતા ભારે દોડધામ મચી હતી, જોતજોતામાં આંખે આખી કાર આગની ચપેટમાં આવતા કારમાં સવાર તમામ લોકોએ સમય સૂચકતા વાપરી સલામત રીતે બહાર નીકળી ગયા હતા.

ઘટના અંગેની જાણ અંકલેશ્વર ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરના જવાનોએ તાત્કાલિક લાય બંબા સાથે ઘટના સ્થળે દોડી જઈ આગની જવાળાઓમાં ભડકે બળતી કાર ઉપર પાણીનો મારો ચલાવી આંગને ગણતરીના સમયમાં કાબુમાં લેતા ઉપસ્થિત લોકોએ હાશકારો અનુભવ્યો હતો, જોકે આગની ઘટના વચ્ચે એક સમયે જુના નેશનલ હાઇવે ઉપર ટ્રાફિક જામની સ્થિતિનું પણ સર્જન થતું જોવા મળ્યું હતું.

Advertisement

Share

Related posts

નબીપુર પોલીસ મથકમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટરની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસે તાડ ફળિયા વિસ્તારમાંથી વિદેશી દારૂ ભરેલ મારૂતીવાન સાથે એક બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ProudOfGujarat

અમરેલી :ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર નિંગાળા ગામ નજીક ટ્રક 15 ફૂટ નીચે પુલ પર થી ખાબક્યો 6 વ્યક્તિ ના ઘટના સ્થળે મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!