Proud of Gujarat
FeaturedGujaratINDIA

22 બેસ્ટ બ્યુરોક્રેટસ ઓફ ઇન્ડિયા 2022 ની યાદીમાં સ્થાન મેળવતા એકમાત્ર ગુજરાતી ભરૂચના કલેકટર તુષાર સુમેરા

Share

ગુજરાતના ભરૂચ જિલ્લા માટે ગૌરવ ક્ષણ આવી છે. ગૌરવની ક્ષણ એટલા માટે કે, સુશાસન થકી જન જન સુધી યોજનાકિય લાભો પહોચાડવા બદલ જિલ્લા કલેકટર IAS તુષાર સુમેરા બ્યુરોક્રેટ્સ ઓફ ઈન્ડિયા દ્વારા વર્ષ 2021 માટે INDIA ના 22 શ્રેષ્ઠ સનદી અધિકારીઓની યાદીમાં પસંદ પામ્યા છે.

દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે ભારતીય સનદી કર્મચારીઓ માટે કહ્યું હતું કે, તમે ભારતીય સેવાઓમાં પાયા સમાન છો. આ સેવાનું ભાવિ તમારા ચારિત્ર્ય અને ક્ષમતાઓ દ્વારા તમારા દ્વારા નખાયેલા પાયા અને પરંપરાઓ પર નિર્ભર રહેશે. આ અવતરણ ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ સાચા અર્થમાં સાબિત કર્યું છે. તેમણે સાચા અર્થમાં સુશાસન થકી જન જન સુધી સરકારી યોજનાઓના લાભો જિલ્લાના નાગરીકોને ઘરે ઘરે પહોચાડ્યા છે.

Advertisement

IAS તુષાર સુમેરાનો કેમ સનદી અધિકારીઓની યાદીમાં સમાવેશ થયો જાણો

ભરૂચ કલેકટર તુષાર સુમેરાની કારર્કિદીની શરૂઆત ગુજરાતની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક બનવાથી લઈને તેમના ગુજરાત કેડરમાં IAS બનવા સુધી 2011 બેચના અધિકારી તુષાર સુમેરાનું જીવન ઘણા માટે પ્રેરણારૂપ છે.

તેમના નેતૃત્વ હેઠળ ભરૂચ જિલ્લા વહીવટીતંત્રે 4 રાષ્ટ્રીય યોજનાઓ હેઠળ જિલ્લાના 100 ટકા લાભાર્થીઓને આવરી લીધા છે. આ યોજના વિધવાઓ અને વરિષ્ઠ નાગરિકો માટે હતી. તેમણે લાભાર્થીઓને ઓળખવા અને નોંધણી કરવા માટે વોટ્સએપ હેલ્પલાઈન નંબરો સાથે ઉત્કર્ષ પહેલ નામથી ડ્રાઈવ શરૂ કરી હતી. વધુમાં તેમણે ઉત્કર્ષ સહાયક નામના વિદ્યાર્થી સ્વયંસેવકો સાથે, તેમણે લાભાર્થીઓને ફોર્મ ભરવામાં મદદ કરીને અનોખી પહેલ કરી ઉમદા કામ કર્યું છે.

વધુમાં ઉત્કર્ષ સમારોહ દરમ્યાન વડાપ્રધાન PM નરેન્દ્ર મોદીએ આ ઉમદા કાર્ય માટે IAS સુમેરાની સુશાસન થકી ઘરે ધરે જઈ છેવાડાના નાગરિકોને પણ કેન્દ્ર સરકાર અને રાજ્યની વિવિધ યોજનાઓના લાભ પહોચાડવાના અભિયાનની પ્રશંસા કરી હતી.

જૂન 2022 માં MY Livable Bharuch પ્રોજેક્ટ પણ શરૂ કર્યો છે. તે સ્થાનિક સમુદાયોની મદદથી ભરૂચ શહેરમાં સ્વચ્છતા અને જીવનની ગુણવત્તામાં સુધારો કરવા માટેની એક મોટી ઝુંબેશનો પ્રારંભ છે. આજના ખાસ રાષ્ટ્રીય કિશોરી દીન નિમિત્તે સુશાસનની નવી પહેલ સ્વરૂપે કિશોરી ઉત્કર્ષ પહેલના અનોખા અભિયાનનો પણ શુભારંભ કરાવી સ્ત્રીસશકિતકરણના હેતુને ચરિતાર્થ કરવાનો નિર્ધાર વ્યકત કર્યો છે.

વર્ષ 2022માં ડિસ્ટ્રિક્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન ફ્રેમવર્ક પરિચય કરાવનાર ભરૂચ દેશનો પ્રથમ જિલ્લો બન્યો હતો. ડિસ્ટ્રિક્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન ફ્રેમવર્ક થકી સુનિશ્ચિત થયું કે સ્ટાર્ટઅપ પરની કેન્દ્ર સરકારની યોજનાઓ સ્ટાટઅપ વડે જિલ્લાના અંતરયાળ વિસ્તારના ગામડાઓ તેમજ આદિવાસી યુવાનો સુધી પહોંચાડી રોજગારીની નવી તકોથી પુરી પાડી. આ અભિયાન થકી જિલ્લાના યુવાનોને રોજગારી તથા તેમને મળતી નવી તકોથી વાકેફ કરવામાં આવ્યા.

22 બ્યુરોક્રેટસ જે 2022 માં કંઈક અલગ કરી છવાયા

– પ્રવીણ સૂદ (IPS), DGP કર્ણાટક
– પ્રદીપ કુમાર જેના (IAS), વિકાસ કમિશનર અને ACS, ઓડિશા
– સંજય કુંડુ (IPS), DGP હિમાચલ પ્રદેશ
– G P Singh (IPS), Special DGP, Assam
– સંજીવ હંસ (IAS), CMD, બિહાર સ્ટેટ પાવર
– વિજય કુમાર (IPS), IG, J&K પોલીસ
– એમસી પરગેઈન (આઈએફએસ), પીસીસીએફ, તેલંગાણા
– દેવેશ ચંદ્ર શ્રીવાસ્તવ (IPS), DGP, મિઝોરમ
– મનોજ કુમાર દુબે (IRAS), ડિરેક્ટર ફાયનાન્સ, CONCOR
– પ્રવીણ કુમાર સિન્હા (IPS), ADGP, સાયબર ક્રાઈમ, પંજાબ
– મહેશ કુમાર (IFS), જોહાનિસબર્ગ, ભારતના કોન્સલ જનરલ
– સંજય અગ્રવાલ (IAS), સચિવ, જળ સંસાધન વિભાગ, બિહાર
– સુજીત કુમાર (IRS), કમિશનર, આવકવેરા અપીલ, દિલ્હી
– શૈલાઝા શર્મા (IAS), અધિક સચિવ, માર્ગ બાંધકામ વિભાગ, બિહાર
– રાહુલ શ્રીવાસ્તવ (પીપીએસ), એડિશનલ એસપી, યુપી પોલીસ
– ડૉ પ્રજ્ઞા જૈન (IPS), SP, ખન્ના, પંજાબ
– ડૉ. સત્યપાલ સિંહ મીના (IRS), જેટી કમિશનર, આવકવેરા
– રજત બંસલ (IAS), ડીએમ, બાલોદા બજાર, છત્તીસગઢ
– પીયુષ સમરિયા (IAS), ડીસી, નાગૌર, રાજસ્થાન
– રાઘવ શર્મા (IAS), ડીએમ, ઉના
– સાક્ષી સાહની (IAS), ડીએમ, પટિયાલા, પંજાબ


Share

Related posts

ભરૂચ ઓમકારનાથ હોલ ખાતે આજરોજ મુખ્યમંત્રીના હસ્તે સિટી બસોનું ઈ-લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

ગોધરાના સરદાર નગર ખંડ ખાતે આશ્રમ ભજનાવલીનો કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

નેત્રંગમાં વાહન પાર્કિંગની સુવિધાનાં અભાવે ટ્રાફિક જામની સમસ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!