Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગમાં વાહન પાર્કિંગની સુવિધાનાં અભાવે ટ્રાફિક જામની સમસ્યા.

Share

પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકાની ગણના મુખ્ય વેપારી મથક તરીકે થાય છે,જેમાં નેત્રંગ ગામમાં મુખ્યત્વે જવાહર બજાર,ગાંધી બજાર, જીન બજાર અને ચારરસ્તા ઉપર પાનના ગલ્લાઓ,કપડાં,અનાજ-કરીયાણા,ઇલેટ્રોનિકસની દુકાનો અને ઠેર-ઠેર ફળો-શાકભાજીની લારીઓ સહિત જીવનજરૂરીયાતની ચીજવસ્તુની દુકાનો આવેલી છે,વહેલી સવારથી નેત્રંગ ટાઉન સહિત તાલુકાભરના ૭૮ ગામમાં વસવાટ કરતાં લોકોની બજારમાં કોઇપણ પ્રકારના કામ સહિત ખરીદી અર્થે સતત અવર-જવર રહેતી હોય છે,જેમાં બજારમાં આવતા લોકો મુખ્યત્વે પોતાના માલીકીના ખાનગી વાહનનો ઉપયોગ કરતા હોય છે,જેથી નેત્રંગમાં વાહન પાકિઁગની સુવિધાના અભાવે વાહનચાલકોને મજબુરીમાં રસ્તા ઉપર જ વાહન મુકવા પડે છે,જેથી સતત ટ્રાફિકની સમસ્યાઓ ઉદભવતા વાહનચાલકો અને સ્થાનિક રહીશોની હાલત બદ્દતર થઇ જાય છે. જ્યારે બીજી બાજુએ નેત્રંગના ગાંધી બજાર વિસ્તારમાં સપ્તાહમાં એક દિવસ એટલે કે મંગળવારના દિવસે હાટ બજાર ભરાય છે,જેમાં ખુબ જ મોટી સંખ્યામાં ગૃહિણીઓ,આમ પ્રજા સહિત નાના-મોટા વેપારીઓ વેપાર અર્થે આવતા હોય છે,જે દિવસે સમગ્ર નેત્રંગ ટાઉનમાં ભારે ટ્રાફિક સમસ્યા વકરે છે,જેથી સ્થાનિક રહીશોને ભારે હાલાકી વેઠવી પડતી હોય છે,જ્યારે પોલીસતંત્રની પણ સુડી વચ્ચે સોપારી જેવી સ્થિતિ જણાય રહી છે,જેમાં નેત્રંગ ચારરસ્તા ઉપર ટ્રાફિક વિભાગના પો.કર્મચારી ટ્રાફિક સમસ્યાના નિવારણ ભારે જહેમત ઉઠાવતા હોય છે,પરંતુ વાહન પાકિઁગની સુવિધાના અભાવે વાહનચાલકો પણ કયાં પાકિઁગ કરે તે એક વિકટ પ્રશ્ન છે. જ્યારે નેત્રંગ ચારરસ્તા ઉપરથી અંબાજી-ઉમરગામ અને અંકલેશ્વર-બુરહાનપુર બે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થતાં હોવાથી રાત-દિવસ હજારોની સંખ્યામાં વાહનવ્યવહાર ચાલતો હોય છે,તેવા સંજોગોમાં નેત્રંગ ગામમાં વાહનપાર્કિંગની સુવિધાના અભાવે આમ પ્રજાને ભારે હાલાકી વેઠવી પડે છે, સમયાંતરે વાહનોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે,જેથી વહીવટીતંત્ર પ્રજાની સમસ્યાના નિવારણ માટે પ્રિ-પ્લાનિંગ અને યોગ્ય પદ્ધતિએ વાહનપાર્કિંગની સુવિધાનું નિર્માણ કરવાની જરૂરીયાત ઉભી થઇ છે.

Advertisement

Share

Related posts

રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા કારોબારી બેઠક, કાર્યકર્તાઓને કામે લાગી જાવા તાકીદ.

ProudOfGujarat

અદાણી ફાઉન્ડેશન ઉમરપાડાના ચોખવાડામાં હેલ્થ કેમ્પ યોજશે.

ProudOfGujarat

બેટી બચાવો બેટી પઢાવો, ટ્રાફિક રુલ નું પાલન સાથે પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરી પર્યાવરણ બચાવવાની થીમ સાથે ભારત દેશની યાત્રા શરૂ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!