Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ નગરપાલિકાના બીજા અઢી વર્ષ માટેના પ્રમુખ-ઉપપ્રમુખો બિનહરીફ વરણી કરાઈ

Share

નડિયાદમાં પાલિકાના સભાખંડમાં યોજાયેલી પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં પ્રમુખ પદે કિન્નરીબેન ચિરાગભાઈ શાહ, ઉપપ્રમુખ પદે કલ્પેશભાઈ આર રાવળ, કારોબારી ચેરમેનમાં પરિન અશોકકુમાર બ્રહ્મભટ્ટ, પક્ષના નેતા તરીકે શિલ્પનભાઈ રાજેન્દ્રભાઈ પટેલ અને દંડક તરીકે પીન્ટુભાઇ હર્ષદભાઈ દેસાઈ આ તમામ લોકો બિનહરીફ ચૂંટાઈ આવતાં ભાજપના લોકોએ વધાવી લીધા હતા. સરકારી અધિકારીના અધ્યક્ષ સ્થાને  પ્રમુખ-ઉપપ્રમુખની સત્તાવાર ઘોષણા કરવામાં આવી હતી. અહીયા મળેલ બોર્ડમાં ૪ સભ્યો ગેરહાજર રહ્યા હતા. તો બાકીના ૪૮ સભ્યો હાજર રહ્યા હતા.

નડિયાદ નગરપાલિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ કિન્નરીબેન શાહ જણાવ્યું હતું કે આજે મને પક્ષે નડિયાદ નગરપાલિકાના બીજા અઢી વર્ષ માટેના પ્રમુખની જવાબદારી સોંપી છે તે હું ખંત પૂર્વક નીભાવીશ અને ચોક્કસથી પ્રજાની સમસ્યાઓને હલ કરીશ. હાલ નડિયાદમાં રોડ, રસ્તા, પાણી, લાઈટ, ગટરના જે કોઈ પ્રશ્ન હશે તેનું નીરાકરણ લવાશે. સ્વચ્છતા જળવાઈ રહે અને નડિયાદ સુંદર લાગે તેવા પ્રયાસો કરાશે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ઉચ્ચ-ગુણવત્તાવાળા શિક્ષણ તેમજ સસ્ટેનેબિલિટી, ટેક્નોલોજી અને ઇનોવેશ ક્ષેત્રે ભવિષ્યના કર્મચારીઓને તૈયાર કરવા યુપીએલની પ્રતિબદ્ધતા

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારા સંદર્ભે ઘોડાગાડી, સાયકલો તેમજ લારી પર મોટરસાયકલ ચઢાવી ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો.

ProudOfGujarat

વાગરામાં બાળકે ગાંઠિયા ખાધા બાદ ઉલ્ટીઓ કરતાં પેકેટની તપાસમાં એક્સપાયરી ડેટનો સ્ટિકર ગાયબ હોવાનો ગ્રાહકનો દાવો :  112 પર કોલ બાદ પોલીસ પહોંચી; મામલતદારની ટીમે દુકાન બંધ કરાવી, ફૂડ વિભાગ સેમ્પલ લઈ તપાસ કરશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!