Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાગરામાં બાળકે ગાંઠિયા ખાધા બાદ ઉલ્ટીઓ કરતાં પેકેટની તપાસમાં એક્સપાયરી ડેટનો સ્ટિકર ગાયબ હોવાનો ગ્રાહકનો દાવો :  112 પર કોલ બાદ પોલીસ પહોંચી; મામલતદારની ટીમે દુકાન બંધ કરાવી, ફૂડ વિભાગ સેમ્પલ લઈ તપાસ કરશે

Share

 

વાગરા :

Advertisement

વાગરાના ચીમન ચોક વિસ્તારમાં આવેલા સાવરિયા જનરલ સ્ટોરમાંથી એક્સપાયરી ગાંઠિયાના પેકેટનું વેચાણ કરાયું હોવાના આક્ષેપથી ચકચાર મચી છે. ગ્રાહકના જણાવ્યા મુજબ, દુકાનમાંથી ખરીદેલા ગાંઠિયા ખાધા બાદ બાળકને અચાનક ઉલ્ટીઓ શરૂ થઈ હતી. ત્યારબાદ પેકેટની તપાસ કરતાં તેના પર લગાવવામાં આવેલો એક્સપાયરી ડેટનો સ્ટિકર કાઢી નાખવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હોવાનો આક્ષેપ કરાયો છે.

ગ્રાહકના જણાવ્યા મુજબ, પેકેટ પરથી એક્સપાયરી ડેટનો સ્ટિકર ગાયબ જોવા મળતાં તેમણે દુકાનદાર પાસે જવાબ માંગ્યો હતો. આ અંગે દુકાનદાર તરફથી ‘ભૂલથી આપી દીધું હશે’ તેમ કહી વાત ટાળવામાં આવી હોવાનો ગ્રાહકે આક્ષેપ કર્યો હતો. મામલો ગંભીર બનતાં ગ્રાહકે 112 ઇમરજન્સી સેવા પર ફોન કર્યો હતો. જાણ થતાં પોલીસ ટીમ સ્થળ પર પહોંચી પ્રાથમિક તપાસ કરી હતી અને ત્યારબાદ ફૂડ વિભાગને પણ જાણ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

હોલસેલમાં માલ લેવાતો હોવાનો દાવો

આ મામલે વાંતા વિસ્તારના રહેવાસી શાહરુખ સલીમ શેખે જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમના જણાવ્યા મુજબ, સાવરિયા જનરલ સ્ટોરમાંથી વાગરા તાલુકાના અનેક નાના વેપારીઓ હોલસેલમાં ખાદ્ય સામગ્રી ખરીદે છે. જો એક્સપાયરી માલના વેચાણનો આક્ષેપ સાચો સાબિત થાય તો તેનો વ્યાપ માત્ર એક પરિવાર પૂરતો સીમિત ન રહે અને અન્ય ગ્રાહકો સુધી પણ માલ પહોંચ્યો હોવાની શક્યતા તપાસનો વિષય બને છે.

દુકાનદારે ભૂલ સ્વીકારી માફી માંગી

બીજી તરફ, દુકાનના સંચાલક સુરેશભાઈ કુમાવતે પોતાનો પક્ષ રજૂ કરતાં જણાવ્યું હતું કે એક્સપાયરી થયેલો માલ અલગ રાખીને સાઈડમાં મૂકવામાં આવ્યો હતો અને તેઓ દુકાન પર હાજર ન હતા. તેમના જણાવ્યા મુજબ, એક છોકરાએ ભૂલથી તે પેકેટ ગ્રાહકને આપી દીધું હશે. તેમણે ભવિષ્યમાં આવી ભૂલ નહીં થાય તેમ કહી ભૂલ સ્વીકારી માફી માંગી હતી.

તંત્રની ટીમે દુકાન બંધ કરાવી

આક્ષેપો બાદ વાગરા મામલતદારની ટીમ, રેવન્યુ તલાટી સહિતના અધિકારીઓ સાવરિયા જનરલ સ્ટોર પર પહોંચ્યા હતા. અધિકારીઓએ દુકાનમાં રહેલા ખાદ્યપદાર્થોની પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. ફૂડ વિભાગની કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી દુકાન બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

અધિકારીઓના જણાવ્યા મુજબ, ફૂડ વિભાગ દ્વારા ખાદ્યપદાર્થોના સેમ્પલ લેવામાં આવશે અને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી દુકાનમાંથી કોઈપણ પ્રકારનું વેચાણ કરવામાં આવશે નહીં. હવે ફૂડ સેમ્પલના તપાસ અહેવાલ બાદ એક્સપાયરી માલના વેચાણ અંગેના આક્ષેપમાં કેટલી હકીકત છે તે સ્પષ્ટ થશે. સ્થાનિકોમાં પણ માંગ ઉઠી છે કે મામલાની માત્ર ઔપચારિક તપાસ નહીં, પરંતુ નિયમભંગ સાબિત થાય તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.


Share

Related posts

અંકલેશ્વરની નિરાંતનગર સોસાયટી ખાતે આવેલ શિવ શક્તિ મંદિરમાં શીતળા સાતમની પૂજા અર્ચના કરાઈ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા ન્યાયાલય સહિતની તમામ અદાલતોમાં 11 જુલાઈના રોજ નેશનલ લોક અદાલત યોજાશે

ProudOfGujarat

રાજપીપળા : નાંદોદ તાલુકાના તરોપા ગામની આર.એન દીક્ષિત હાઈસ્કૂલના સ્થાપક રાજેન્દ્રસિંહ દીક્ષિતનો શતાબ્દી મહોત્સવ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!