Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં ચેન સ્નેચિંગ કરતી ગેંગના 6 ઇસમો ઝડપાયા, 11 જેટલા ગુનોનો ભેદ ઉકેલાયો

Share

સુરતમાં છેલ્લા ઘણા સમયથી ચેઇન સ્નેચિંગ કરતી ગેંગે તરખાટ મચાવ્યો હતો. જોકે, હવે પોલીસે 40 દિવસ સુધી આ ગેંગના સભ્યોને ટ્રેસ કરી 6 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી પોલીસે કુલ 3.36 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં છેલ્લા ઘણા સમયથી ચેઇન સ્નેચિંગ અને લૂંટની ઘટનાઓમાં વધારો થયો છે. શહેરના વિવિધ વિસ્તારમાં રાહદારીઓના ગળામાંથી સોનાની ચેઇન ખેંચી ફરાર થઈ જતા રીઢા ગુનેગારોની ગેંગ સક્રિય થતા પોલીસે તેમને ઝડપી પાડવા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અનેક વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા બાદ અને સતત 40 દિવસ સુધી ગેંગના સભ્યોને ટ્રેસ કર્યા બાદ હવે પોલીસને સફળતા મળી છે. પોલીસે ગેંગના 6 સભ્યોની ધરપકડ કરી છે.

Advertisement

ઝડપાયેલા આરોપીઓ પાસેથી પોલીસે બાઇક, મોબાઇલ ફોન, દાગીના, રોકડ મળી કુલ રૂ.3.36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મહત્વનું છે કે તમામ આરોપીઓ રીઢા ગુનેગાર હોવાથી 100 જેટલા ગુના આચરી ચૂક્યા છે. આરોપીઓની ધરપકડ સાથે સ્નેચિંગ અને ચોરી સહિતના કુલ 11 જેટલા ગુનાનો ભેદ ઉકેલાયો છે. આ કેસમાં પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

માંગરોળના આંબાવાડી ગામે પૂર્વ CRPF જવાનના ઘરે ખીલ્યું દિવ્ય ‘બ્રહ્મકમળ’ : દુર્લભ પુષ્પ ખીલતાં પરિવાર અને ગ્રામજનોમાં ખુશીની લહેર; નિહાળવા લોકો ઉમટ્યા

ProudOfGujarat

ભારતમાં સામે આવ્યું નકલી લીવરની દવાઓનું વેચાણ, WHO એ આપી ચેતવણી

ProudOfGujarat

દશ દિવસનું આતિથ્ય માણી દશામા વિદાય લેશે : ‘દશામા આવતા વર્ષે વહેલા આવજો’ના જયઘોષ સાથે ભક્તો આપશે ભારે હૈયે વિદાય ઝાડેશ્વરના નર્મદા પાર્ક ખાતે વિસર્જન માટે તંત્ર સજ્જ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!