Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસ દ્વારા માર્ગ અને મકાન વિભાગને રોડ રસ્તાઓ મુદ્દે આવેદનપત્ર પાઠવાયું

Share

આજરોજ અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા યુથ કોંગ્રેસ દ્વારા વિસ્તારના જાહેર માર્ગોની કથળેલી સ્થિતિને વહેલી તકે સુધારવા માટે માર્ગ અને મકાન ખાતાની કચેરી, ભરુચીનાકા અંકલેશ્વર ખાતે આવેદનપત્ર આપી રજુઆત કરવાનું આયોજન હતું પરંતુ મુખ્ય ઈજનેર સાહેબ કચેરીએ ઉપસ્થિત હતા નહીં.

યુથ કોંગ્રેસના આગેવાનો સ્પંદન પટેલ, પ્રતીક કાયસ્થ, વસીમ ફડવાળા, ચિરાગ વસાવા, હરીશ વસાવા, શિવા વસાવા, મુકેશભાઈ વસાવા, સિકંદર કડીવાળા, ધર્મેન્દ્રસિંહ સાંગડોટ, શોએબ ઝગડીયાવાળા સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓએ રજુઆત કરવા હોબાળો મચાવતા અને કચેરીના આંગણામાં બેસી જઈને સુત્રોચ્ચાર અને ઉગ્ર રજૂઆતો કરાતા ઈજનેર દ્વારા એમના નીચલા અધિકારી મારફત આવેદનપત્ર સ્વીકારી યોગ્ય કાર્યવાહી લેખિતમાં બાંહેધરી આપવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ : હાંસોટના સાહોલ ગામ નજીક કારને નડ્યો અકસ્માત,કારમાં સવાર 3 લોકોને ઇજા

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામની ઉમંગ લક્ષ્મી સોસાયટીમાં ચોરી કરી તસ્કરો ફરાર…

ProudOfGujarat

હાજી અહમદ મુન્શી આઇ.ટી .આઇ .ભરુચ માં (convocation ceremony)પદવી સમારોહ પ્રોગ્રામ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!