Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ મુન્શી મહિલા બી.એડ કોલેજમાં ગાંધી જયંતીની ઉજવણી કરાઇ.

Share

મુન્શી (મનુબરવાલા) મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત મુન્શી મહિલા બી.એડ્ કોલેજમાં ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીના ભાગરૂપે એફ‌ વાય અને એસ વાય બી.એડની તાલીમાર્થીઓ દ્વારા રંગોળી, ચિત્ર સ્પર્ધા, સત્ય અને અહિંસા પર બે નાટકો અને “વૈષ્ણવજન તો જેને રે કહીએ” ભજન સમુહમાં રજૂ કરવામાં આવ્યું.

ત્યારબાદ બી.એડ ની તાલીમાર્થીઓ દ્વારા ગાંધીજીના જીવન પર આધારિત PPT રજૂ કરવામાં આવી અને ગાંધીજીના જીવન પ્રસંગો અને તેમની ભારત છોડો આંદોલન તથા મીઠાનો સત્યાગ્રહ વિશે જાગૃતતા લાવવામાં આવી. ત્યારબાદ બી.એડ્ કોલેજમાં સ્વચ્છતાને લગતા પ્રોગ્રામો હાથ ધરી સમગ્ર દિવસને ગાંધી જયંતી નિમિત્તે અર્પણ કરવામાં આવ્યો હતો. આજના આ પ્રસંગે મુન્શી ટ્રસ્ટ પણ બાળકોમાં સત્ય અને અહિંસાની ભાવના કેળવાય તે માટે કટીબદ્ધ રહેશે.

Advertisement

Share

Related posts

રાજકુમાર રાવ અને મિસ વર્લ્ડ માનુષી છિલ્લર ‘મલિક’માં શાનદાર જોડી બનાવી રહ્યા છે, આ જોડી આશ્ચર્યની સાથે-સાથે ચાર્મ્સ પણ કરે છે.

ProudOfGujarat

રાજ્યમાં RTE હેઠળ શાળામાં પ્રવેશ માટે 82 હજારથી વધુ જગ્યાઓ સામે 98 હજાર અરજીઓ મળી

ProudOfGujarat

સબ ઠીક હૈ નો દેખાડો : ભરૂચ નગરપાલિકા દ્વારા બંધાયેલ અર્બન હોમ સેન્ટરમાં ફાયર સિસ્ટમની અપૂરતી સુવિધાઓ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!