Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : મકાન બનાવવા માટે ભેગા કરેલા રૂપિયા બે લાખ લઈને કિશોરી ભેદી સંજોગોમાં લાપતા

Share

નડિયાદ તાલુકાના ગામે રહેતી અને ધોરણ ૮ સુધીનો અભ્યાસ ધરાવતી શ્રમજીવી પરિવારની ૧૪ વર્ષની કિશોરી ગત ૩૦ મી સપ્ટેમ્બરની મોડી રાત્રે પોતાના ઘરેથી રહસ્યમય સંજોગોમાં લાપતા બની છે. બે બહેનો એક જ ખાટલામાં સુઈ ગઈ હતી દરમિયાન વહેલી સવારે તેણીના પિતા શાકભાજીની હાથલારી ચલાવે છે વહેલા ઊઠતા કિશોરીને જોઈ નહોતી. લાબો સમય સુધી રાહ જોયા બાદ આસપાસ અને સગાં સંબંધીઓને તપાસ કરી હતી. પરંતુ કિશોરીની કોઈ ભાળ મળી આવી નહોતી.

આ દરમિયાન માલૂમ પડ્યું હતું કે, ઘરમાં તીજોરીમાં મૂકેલ પૈસા પણ નહોતા. અંદાજીત રૂપિયા ૨ લાખ મકાન બનાવવા માટે ભેગા કર્યા હતા. જે નાણાં પણ તીજોરીમાં ન મળતા આ નાણાં લઈને કિશોરી ક્યાંક લાપતા બની છે અથવા તો કોઈ ઈસમ તેમના વાલીપણામાથી ભગાડી ગયા અંગેની ફરિયાદ કિશોરીની માતાએ નડિયાદ રૂરલ પોલીસમાં આપી છે. પોલીસે  ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

નવસારી : આંતરરાજ્યોમાં 51 ચોરી કરનારો રીઢો ગુનેગાર ઝડપાયો

ProudOfGujarat

અંકલેશ્વરની BEILને ગ્લોબલ CSR એવોર્ડ-2019 એનાયત થયો.

ProudOfGujarat

ભરૂચ : 24 કલાકમાં પ્રોહિબિશનનાં બે કેસો શોધી કાઢતી નેત્રંગ પોલીસ…જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!