Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડતાલ પોલીસે બે મહિલાઓને ચોરીના ૨.૪૯ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી

Share

વડતાલ પોલીસની ટીમ  પેટ્રોલીંગ દરમ્યાન સંયુક્ત બાતમી  મળેલ કે એક મહીલા કે જેણે શરીરે એસ કલરની અડધી બાંયની ટી-શર્ટ તથા વાદળી કલરની નાઇટ પેન્ટ તથા બીજી એક મહિલા જેણે શરીર કાળા કલરનો ટોપ જેમાં લાલ-પીળા કલરના ઝીણા ફુલવાળી ડીઝાઇન તથા પીળા કલરની લેંગીસ પહેરેલ મહિલાઓ ચોરી કરવાના ઇરાદાથી તેમજ શકમંદ હાલતમાં ફરતી હોવાની હકિકત મળતાં બન્ને મહિલાઓને વડતાલ પોલીસ સ્ટેશનએ લાવી  પુછપરછ કરતાં  જેમાં એકે પોતાનું નામ રમીલાબેન નરેશભાઇ ભીલ (રહે.નડિયાદ, કનિપુરા) અને કોકીલાબેન સતિષભાઈ વસાવા (રહે.વડોદરા, મધુનગર) હોવાનું જણાવ્યું હતું.  આ બે મહિલા રોકડ રૂપિયા ૧૮ હજાર ૫૦૦ અને સોનાની અલગ અલગ ગ્રામની બે રણી મળી કુલ રૂપિયા ૨ લાખ ૪૯ હજાર ૫૦૦ નો મુદ્દામાલ કબ્જે કરાયો છે. બન્ને મહિલાઓની કડક પૂછપરછમાં આરોપી રમીલાબેન ભીલે અગાઉ વડતાલ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરમાં તેમજ પાવાગઢ ખાતે વિવિધ ગુનાઓ મળી કુલ સાત ચોરીના ગુનાઓ આચર્યા હોવાની કબુલાત કરી હતી. જેમાં મોટેભાગે ચેઈન તફડાવવાના ગુનાઓનો સમાવેશ થાય છે. પોલીસે આ બંને મહિલાઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકામાં બીટીપી કાર્યકરોના ભાજપા જોડાણથી રાજકારણમાં ગરમાવો જાણો વધુ

ProudOfGujarat

કરજણ તાલુકામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ ૧૯ રસીકરણનો પ્રારંભ.

ProudOfGujarat

ખડગેના નિવેદન વિરુદ્ધ ભરૂચ ભાજપનું મૌન ધરણું, માફીની ઉઠી માંગ : “ગુજરાતીઓનું અપમાન સહન નહીં” – ભાજપ આગેવાનોનો કડક વિરોધ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!