Proud of Gujarat
INDIAFeaturedGujarat

નેત્રંગ રેફરલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા વર્ગ ૩ વર્ગ ૪ નાં કોરોના વોરિયર્સ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.

Share

નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વર્ગ ૩ વર્ગ ૪ ના કર્મચારીઓએ તેઓની વિવિઘ માંગણીઓના સંદર્ભમાં રાજય સરકાર સામે છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલ આંદોલનના ભાગરુપે આજે કાળા વસ્ત્ર ધારણ કરીને ફરજ બજાવી હતી.

છેલ્લા પંદર મહિનાથી ગુજરાત કોરોનાના વાઈરસ સામે ઝઝૂમી રહ્યુ છે. આ કપરા સમયમા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, સીવીલ હોસ્પીટલ, જનરલ હોસ્પિટલ, સ્ટેટ હોસ્પીટલ, જીએમઇઆરએસ મેડીકલ કોલેજ. નસિઁગ કોલેજ તેમજ મહાનગર પાલિકા હસ્તકના તમામ આરોગ્ય કેન્દ્રોના કાયમી, ફીક્સ પગાર, NHM ના અગિયાર માસ, આધારિત તેમજ આઉટસોર્સિંગથી ફરજ બજાવતા તમામ કેડરના વર્ગ ૩ અને વર્ગ ૪ ના કર્મચારીઓ, આશાવર્કર અને ફેસિલિટેટર પોતાના જીવના જોખમે ગુજરાતની જનતાને મોતથી બચાવવા દિવસ રાત સંધર્ષ કરી રહયા છે પરંતુ આ કર્મચારીઓને પ્રોત્સાહિત કરવાની જગ્યાએ સરકાર દ્વારા ફક્ત કોવિડ સેન્ટરના કોરોના વોરિયર્સ માટે જ પ્રોત્સાહક રકમ આપવાની જાહેરાત કરતા કોરોના વોરિયર્સમા આક્રોશ વ્યાપી ગયો હતો ત્યારે કોરોના વોરિયર્સને ન્યાય અપાવવા અને એમની લાગણીઓને વાચા આપવા કોરોના વોરિયર્સની દસ જેટલી પડતર માંગણીઓને લઇને કાર્યકમો જાહેર કરવામાં આવ્યા હતા, જે અંતર્ગત આજે રેફરલ હોસ્પીટલ નેત્રંગ ખાતે ફરજ બજાવતા વર્ગ ૩ અને વર્ગ ૪ ના આઉટસોર્સિંગ કર્મચારી ઓએ પોતાની ફરજ દરમિયાન કાળા વસ્ત્ર ધારણ કરી આજે વિરોધ કરવામાં આવ્યો હતો. 

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં ઈદે-મિલાદુન-નબી પર્વની ઉજવણી કરવામાં આવી…

ProudOfGujarat

સ્ટેચ્યુ ને જોડતો અંકલેશ્વર રાજપીપલા ધોરીમાર્ગ બિસ્માર બનતા હાલાકી

ProudOfGujarat

લીંબડીમાં મહિલાઓએ ગૌ પુજા કરી બોળ ચોથનાં વ્રતની કરી ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!