માંગરોળ તાલુકાના કુંડકેવડી ગામના આદિવાસી યુવાનો દ્વારા નવદિવસ ઘેરૈયાના વેશમાં માતાજીની આરાધના કરતા વિવિધ વિસ્તારમાં સાચા અર્થમાં ભક્તિનો પ્રકાશ પાથરી રહ્યા છે ત્યારે ભક્તો પણ ભાવ વિભોર બની આ ઘેરૈયાઓને માન ભેર ઘરે બોલાવી માનો ગરબો રમાડી ધન્યતા અનુભવે છે.
માં અંબાની આરાધનાનું પર્વ એટલે નવરાત્રી. સર્વે માઇ ભક્તો માતાજીની પૂજામાં લીન બન્યા છે ત્યારે આદિવાસી સમાજના યુવાનો દ્વારા હજારો વર્ષોથી ચાલી આવતી પરંપરાને આજના આધુનિક યુગ પણ જાળવી રાખી છે. આદિવાસી સમાજ દ્વારા નવરાત્રી દરમિયાન યુવાનો સ્ત્રી વેશ ધારણ કરી માતાજીની આરાધના કરવાનો પર્વ એટલે ઘેરૈયા નૃત્ય. ત્યારે નવરાત્રીમાં લુપ્ત થતા ઘેરૈયા નૃત્યને જીવંત રાખવા આદિવાસી સમાજની તરુણ પેઢી આગળ આવી છે. માંગરોળ તાલુકાના આદિવાસી યુવાનો દ્વારા નવરાત્રીના આગમનના 10 દિવસ અગાઉથી ઘેરૈયાની તૈયારીઓ શરુ કરી હતી. ખાસ કરીને નવરાત્રી પર્વમાં ઘેરૈયા નૃત્યમાં સ્ત્રી વેશ ધારણ કરવો પડે છે. નવરાત્રી પર્વમાં આ કિશોરો સ્ત્રી વેશ ધારણ કરીને મંદિરમાં માતાજીની આરાધના કરી ઘેરૈયા રમવાની શરૂઆત કરે છે ત્યારે આ કિશોરો છેલ્લા ઘણા વર્ષોથી અલગ અલગ વિસ્તારોના ગલી મહોલ્લા અને આજુબાજુના ગામોમાં ઘેરૈયા રમી નવ દિવસ માતાજી આરાધનામાં લિન બન્યા છે ત્યારે ભક્તો પણ ભાવ વિભોર બની આ ઘેરૈયાઓને માનભેર ઘરે બોલાવી માનો ગરબો રમાડી ધન્યતા અનુભવી રહ્યા છે.
વિનોદ મૈસૂરિયા : વાંકલ
માંગરોળ તાલુકાના કુંડ કેવડી ગામના આદિવાસી યુવાનો દ્વારા નવરાત્રીની અનોખી ઉજવણી
Advertisement