Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ, અંકલેશ્વરમાં માર્ગ અકસ્માતની બે ઘટનામાં ૬ વ્યક્તિઓ ઘાયલ.

Share

ભરૂચ જિલ્લામાં અકસ્માતોની ઘટનામાં દિન પ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે, છેલ્લા ૧૨ કલાકમાં ભરૂચ, અંકલેશ્વરમાં સર્જાયેલ બે જેટલા માર્ગ અકસ્માતમાં બાળક સહિત ૬ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનુ સામે આવ્યું છે.

ભરૂચ નેશનલ હાઇવે પર વડદલા પાટીય નજીક સુરત પાસીંગની એક કારને ગમક્વાર અકસ્માત નડતા ૩ વ્યક્તીઓને ઇજાઓ પહોંચી હતી. જેમને ૧૦૮ મારફતે સારવાર અર્થે ખસેડાયા હતા. અકસ્માતને પગલે એક સમયે નેશનલ હાઇવે જામ થવા પામ્યો હતો. ભરૂચ નેશનલ હાઇવે ઉપર સુરત પાસીંગની કાર નં. GJ-05-JK-8552ને ગત સાંજે વડદલા પાટીયા પાસે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ગમખ્વાર હતો કે તેમાં કારના આગળના ભાગના ફૂરચા ઉડી ગયા હતા. જયારે કારમાં સવાર ૩ વ્યક્તીઓને ઇજાઓ પહોંચતા તમામને સારવાર અર્થે ૧૦૮ મારફતે ખસેડાયા હતા. ઘટનાના પગલે આસપસના રહીશો એકત્રીત થયા હતા. આ અકસ્માતના પહલે હાઇવે જામના દ્રષ્યો સર્જાવા પામતા પોલીસ પણ દોડી આવી હતી. જેમને થોડા સમયમાં ટ્રાફીક યથાવત કરી વધુ તપાસ હાથધરી હતી.

તો બીજી અકસ્માતની ઘટના અંકલેશ્વરનાં કાપોદ્રા પાટિયા પાસે આવેલ રાધે પાર્ક સોસાયટીની સામેના શાકમાર્કેટમાં બની હતી, જેમાં શાક માર્કેટ ભરાયું હતું તે જ દરમિયાન અચાનક એક કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા એક સમયે માર્કેટમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, અકસ્માતની સમગ્ર ઘટનામાં એક બાળક સહિત બે લોકોને નાની મોટી ઇજાઓ પહોંચતા તમામને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, તેમજ મામલા અંગે અંકલેશ્વર પોલીસે સ્થળ પર દોડી જઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

હારુન પટેલ

Advertisement

Share

Related posts

ગોધરા શહેરના વિકાસમાં વધુ એક યશકલગી ઉમેરાઈ”રાજાઇ સ્કેવર”

ProudOfGujarat

ઝધડીયા જીઆઇડીસી રોડ ઉપર ટ્રક ચાલકે બાઇક સવારને અડફેટે લેતા તેને ગંભીર ઇજા પહોંચાડતા તેનું મોત નીપજયું હતું.

ProudOfGujarat

કેન્દ્ર સરકારના નવા ટ્રાફિક નિયમન બાદ પી.યુ.સી કઢાવા રાજપીપળામાં વહેલી સવારથી લાંબી લાઈનો લાગી રહી છે.વાંચો અહેવાલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!