Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી પોલીસ ક્વાર્ટરમાં પોલીસ મિત્ર મંડળ દ્વારા ગરબાનું આયોજન કરાયું

Share

લીંબડી પોલીસ ક્વાર્ટરમાં નવલી નવરાત્રીમાં જગદંબાના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ભરવાડી રાસ જીલ્લા વડાનાના આગમન સમયે કરવામાં આવેલ ત્યારે પોલીસ સ્ટાફ દ્વારા એસ.પી. સહિતના આવેલ અધિકારી અને પદાધિકારીઓનુ પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે બાદ નાની બાળાઓ દ્વારા ગરબાની શરૂઆત કરવામાં આવી હતી જેમાં મહિલાઓએ જુનવાણી પરંપરા મુજબનો ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ગરબા ઘુમ્યા હતા ત્યારે નાની બાળાઓને ઈનામ રૂપી મોમેન્ટ આપવામાં આવી હતી અને આ ગરબામાં બહોળી સંખ્યામાં મહિલાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી.

આ કાર્યક્રમમાં જીલ્લા પોલીસવડા ડો, ગીરીશકુમાર પંડ્યા, Dysp સી.પી.મુંધવા , બિઝનેસમેન બાબુભાઈ જીનવાળા, પાલિકા પ્રમુખ રધુભાઈ પટેલ,પાલિકા ચેરમેન દલસુખભાઈ ચૌહાણ, ઉપેન્દ્રસિહ રાણા, લીબડી ડિવિઝનના તમાંમ પી.એસ.આઈ સહિતના હાજર રહ્યા હતા.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

વિશ્વ મહિલા દિવસ નિમિત્તે અંકલેશ્વરની અગ્રણી અને આદરણીય મહિલાઓના મંતવ્ય

ProudOfGujarat

વડોદરા : કરજણ તાલુકાનાં સાંસરોદ ગામમાં મહાત્મા ગાંધી મેદાન પર ધારાસભ્ય અક્ષય પટેલનાં હસ્તે ક્રિકેટ ટુર્નામેન્ટ ખુલ્લી મુકાઇ હતી…

ProudOfGujarat

સાહિત્ય સેતુ’-વ્યારા દ્વારા “સર્જનાત્મકતા માટે કૌશલ્ય વર્ધન શિબિર” યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!