Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત રેલ્વે સ્ટેશન ખાતેના પ્લેટફોર્મ 2 ઉપરથી પેસેન્જરના હાથમાથી મોબાઈલ ફોન ખેંચી નાસતા એક ઈસમને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાંચ

Share

ઇન્ચાર્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ તથા પોલીસ અધિક્ષક સરોજ કુમારી નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત ખાતે રેલવે સ્ટેશનના મુસાફરખાના/પ્લેટફોર્મ ઉપર તેમજ રેલ્વે ટ્રેનો માં મુસાફરી કરતા મુસાફરોના કિંમતી સરસામાન્ની સલામતી રહે તે હેતુસર વધુમાં વધુ પેટ્રોલિંગ કરી બનતા ગુન્હાઓ અટકાવવા પોલીસ વિભાગ સતત પ્રયત્ન સીલ રહ્યું છે.

સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં ક્રાઇમ બ્રાંચ ના કર્મીઓ પેટ્રોલિંગ માં હતા દરમ્યાન રેલવે સ્ટેશન ખાતે વોચ ગોઠવી હતી, ત્યારે પ્લેટફોર્મ નંબર 2 ઉપર સિકંદરા બાદ એક્સપ્રેસ ટ્રેન ના પાછળ ના જનરલ કોચ માં ચડતી વખતે એક ઈસમ નૉ મોબાઈલ ફોન ખેંચી નાસવા જતા ઈસમને કોર્ડન કરી તેને ઝડપી પાડ્યો હતો,

Advertisement

ક્રાઇમ બ્રાંચ દ્વારા મામલે ફારૂક ઉર્ફે મંગલી કદીર સૈયદ રહે ભેસ્તાન ફાટક સુરત નાને ઝડપી પાડી તેની પાસેથી મોબાઈલ ફોન નૉ કબ્જો મેળવી સુરત રેલવે પોલીસ મથકે ગુનો દાખલ કરી કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી.


Share

Related posts

ભરૂચ : VNSGU યુનિવર્સિટીમાં પરીક્ષાનું પેપર લીક થવા મામલે NSUI દ્વારા વિરોધ પ્રદર્શન યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

રાજપીપલા : મોંઘવારીના વિરોધમાં સાગબારા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન : ભાજપના રાજમાં લોકો ત્રાહિમામના સુત્રોચ્ચાર સાથે સાગબારામા રેલી યોજાઇ.

ProudOfGujarat

મોસાલી ચાર રસ્તા પરથી S.O.G. ની ટીમે ભરૂચ અને ઉમરપાડા વિસ્તારમાં ચોરી કરનારા બે આરોપીને ઝડપી પાડયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!