Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં લૂંટ કરવા આવેલા ત્રણ સીકલીગર આરોપીઓને પકડી પાડતી બાપોદ પોલીસ

Share

વડોદરાના આજવા રોડ પર આવેલી વ્રજધામ સોસાયટીમાં બાઈકની લૂંટ કરવાના ઇરાદે આવેલી ટોળકીને આધેડે પડકારતા તેમના પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. બાપોદ પોલીસે ગણતરીના કલાકોમાં જ ત્રણે લૂંટારૂઓને ઝડપી પાડી આગળની કાર્યવાહિ હાથ ધરી છે.

આજવા રોડ કમલાનગર તળાવ નજીક વ્રજધામ સોસાયટીમાં લૂંટારું ટોળકી ત્રાટકી હતી અને ઘર પાસે પાર્ક બાઈકની લુંટ કરવાના ઇરાદે એક શખ્સ સ્ટેરીંગ લોક તોડવાની કોશીષ કરતો હતો. લોક તોડવાના અવાજથી આધેડ જાગી ગયા અને મકાન માલિક સ્ટેરીંગ લોક તોડતા અટકાવવા માટે નાની લાકડી લઈ ઘરની બહાર આવ્યા હતા. તે દરમિયાન બીજા બે ઇસમો ઘરથી થોડે દુર રોડની બાજુમા ઉભા હતા જેથી લોક તોડનાર ઇસમ ફરીયાદીને બહાર આવતા જોઈ એકદમ ઉશ્કેરાઇ ગયો અંતે તેની ગરદનની પાછળથી કઈક ધારદાર હથિયાર કાઢી ફરીયાદીને માથામા હુમલો કર્યો હતો. આધેડે બૂમાબૂમ કરતા તેમના પુત્ર તથા ભાઈ જશી જતા તેઓ ત્રણેય લૂંટારું સ્થળ પરથી નાસી ગયા હતા. જેની આધેડ દ્વારા બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા બાપોદ પોલીસ ટીમ દ્વારા ત્રણેય આરોપીઓને દેવીસિગ સેવાસીગ સીકલીગર (ઉ.વ-23 રહે, ગુરૂનાનક દરબાર ગુરૂદ્વારાની પાસે શોરાપાડા વિસ્તાર તાલુકો અકલકુવા જીલ્લો-નંદુરબાર મહારાષ્ટ), ધનરાજસિંગ બહાદુરસિંગ સીકલીગર (ઉ.વ-20 રહે ગુરૂનાનક દરબાર ગુરૂદ્વારાની પાસે શોરાપાડા વિસ્તાર તાલુકો અકલકુવા જીલ્લો-નંદુરબાર મહારાષ્ટ) અને લાખાનસિગ મગનસિંગ સીકલીગર (ઉ.વ-41 રહે મ.નં 430 દત્તનગર સયાજીપાર્ક આજવા રોડ વડોદરા શહેર)ને ગણતરીના કલાકોમા પકડી પાડી આગળની કાર્યવાહિ હાથ ધરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

જાતિ અંગેના ખોટા પ્રમાણપત્રો રદ કરવા માટે અન્ય પાર્ટીઓ પર આક્ષેપ કરતા સાંસદ મનસુખ વસાવા…

ProudOfGujarat

નડિયાદના પીપલગ ખાતે દિવ્યાંગોને વિના મુલ્યે સહાયક સાધનોનું વિતરણ કરાયું.

ProudOfGujarat

ભરૂચ સિવિલ હોસ્પિટલ ના અંધેર વહીવટ ને જોઈ લાલ ધૂમ બન્યા રાજ્ય ના આરોગ્ય પ્રધાન કુમાર કાનાણી……

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!