Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે ભારતીય જનતા પાર્ટીનો સ્નેહમિલન સમારોહ યોજાયો.

Share

માંગરોળ તાલુકાના ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના અધ્યક્ષ સ્થાને ભારતીય જનતા પાર્ટીનો સ્નેહમિલન સમારોહ યોજાયો. ભારતીય જનતા પાર્ટીના કાર્યકમમાં મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતાં. રાજુભાઈ પાઠક અને ગણપતસિંહ વસાવા એ સૌ કાર્યકર્તાઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.

માંગરોળ તાલુકાના ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. સુમુલ ડેરીના વાઇસ ચેરમેન રાજુ ભાઈ પાઠક, દીપક વસાવા, દિનેશ સુરતી, માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ મનહર વસાવા, ઉપપ્રમુખ દીપક ચૌધરી, હરિવદન ચૌધરી, હર્ષદ ચૌધરી, સુરત જીલ્લા પંચાયતના રાજેશ પટેલ, જયેશ પટેલ, અમિષ વસાવા, શામસિંગ ભાઈ, હરીશ વસાવા તેમજ તાલુકા પંચાયતના સદસ્ય તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ઉમરપાડામાં નેહરુ યુવા કેન્દ્ર અને પોલીસ કર્મચારીઓનાં સહયોગથી સફાઈ અભિયાન થયું.

ProudOfGujarat

શ્રી શારદા એજયુકેશન ટ્રસ્ટ દ્વારા વિરમગામમાં વાર્ષિકોત્સવ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ખેડા જિલ્લામાં ઘરફોડ ચોરીના બનાવો મામલે એક આરોપીને પકડી લેવાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!