Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળનાં ડુંગરી ગામે વરસાદ અને વાવાઝોડામાં મહિલાનું ઘર ધરાશાયી થયું

Share

માંગરોળ તાલુકાના ડુંગરી ગામે કમોસમી વરસાદ અને વાવાઝોડામાં વિધવા મહિલાનું ઘર ધરાસઇ થતા ગરીબ મહિલા મુશ્કેલીમાં મુકાઈ હતી.તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રવિવારે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને બપોર બાદ જોરદાર કમોસમી વરસાદ ભારે વાવાઝોડા સાથે શરૂ થયો હતો ત્યારે ડુંગરી ગામના મોટા ફળિયામાં રહેતી વિધવા મહિલા સુનીતાબેન પ્રવીણભાઈ ગામીતના પતિનું અવસાન થયા બાદ વિધવા તરીકે જીવન ગુજારી રહી છે તેનું ઘર ફુંકાયેલા ભારે વાવાઝોડાને કારણે ધરાશાયી થયું હતું સદ નસીબે જાનહાની ટળી હતી. આ ઘટનાની જાણ ગામના સરપંચ અને તલાટી કમ મંત્રીને કરવામાં આવતા તેઓએ સ્થળની મુલાકાત લઈ નુકસાની અંગેનો રિપોર્ટ ઉપરી કચેરીને કરવા તજવીજ શરૂ કરી હતી.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

વલસાડમાં મેધમહેરથી વલસાડ નગર પાલિકા “તંત્ર” પાણીમાં ! ભરપૂર ગંદકીનો સામનો કરતા વલસાડવાસી,મેંધરાજાનું વહાલ તંત્રનું પાપ

ProudOfGujarat

વર્લ્ડ રીમેમ્બરન્સ દિવસ નિમિત્તે ભરૂચ 108 એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ.

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી પ્રતિન ચોકડી પાસે આવેલ સિલ્વર પ્લાઝા કોમ્પલેક્ષમાં આંગડિયા પેઢીમાં કામદારોના રૂપિયા છૂટ્ટા કરવા માટે ગયેલ ઉદ્યોગપતિની 20 લાખ રૂપિયા ભરેલી બેગ લઈ ગઠિયો ફરાર થઈ ગયો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!