Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીના રાધેગોવિદ પાર્કનાં બંધ મકાનમાં ચોરી કરવા આવેલ તસ્કરો સીસીટીવી માં કેદ

Share

લીંબડી શહેરના અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા સાતથી આઠ દિવસમાં ચોરીઓના બનાવોમાં વધારો જોવા મળી રહયો છે ત્યારે વધુ એક ચોરીનો બનાવ સામે આવ્યો હતો ત્યારે આ બાબતે ભોગ બનનાર પાસેથી મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો સોનાના ઘરેણા સહિત ત્રણ લાખ પચાસ હજારની ચોરી થવા પામી હતી જેઓએ જણાવ્યુ હતુ કે અમો કોઇ ઘરના સભ્યો ઘરે ન હતા ત્યારે આ ચોરીનો બનાવ બન્યો છે ત્યારે તસ્કરોનો તરખાત લીબડી શહેરમાં વધ્યો હોય તેવું સ્પષ્ટ જણાય આવે છે.

સીસીટીવી કેમેરામાં પ તસ્કરો કેદ થયા છે ત્યારે ચોરીની જાણ ભોગ બનનાર અરવિદભાઇ વાઘેલાને થતા જેઓ લીબડી પોલીસ મથકે દોડી ગયા હતા અને આ બાબતની જાણ લીંબડી પોલીસને કરવામાં આવી હતી. આ ચોરીના પગલે પોલસે વધુ તપાસ હાથ ધરી છે, ભોગ બનનારે એવો પણ આક્ષેપ કર્યો હતો કે હાલ પોલીસની બેદરકારી સામે આવી રહી છે કેમે કે આ છેવાડાનો વિસ્તાર હોવાથી કોઇપણ પ્રકારનું પેટ્રોલીંગ કરવામાં નથી આવતું તેમજ રાત્રેના સમયે પણ કોઇ પ્રકારનો પોલીસ પોઇન્ટ નથી મુકવામાં આવતો જેના કારણે આવા તસ્કરો તસ્કરીને સહેલાયથી અંજામ આપી પલાયન થતા હોય છે તેમજ વિસ્તારના રહિશો દ્રારા જણાવાયું હતું કે પોલીસ દ્રારા આ વિસ્તારમાં સધન પેટ્રોલીંગ કરવામાં આવે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

વાલિયાનાં બાંડાબેડા ગામે ઇકો ગાડી સ્કૂલ પાસે મુકવા મુદ્દે પિતા-પુત્ર ઉપર ત્રણ ઈસમોએ ચપ્પુ વડે હુમલો કરતા પિતાનું મોત.

ProudOfGujarat

અંકલેશ્વર: નર્મદા મૈયા બ્રિજ પર 2 બાઈક વચ્ચે અકસ્માત બાદ દેશી દારૂના કોથળા રોડ પર પડ્યા, પોલીસની હાજરીમાં જ દારૂ નદીમાં ફેંકાયો !

ProudOfGujarat

પશ્ચિમ બંગાળના સાંસદની જૈન સમાજ વિરોધી ટિપ્પણી સામે અંકલેશ્વર મામલતદારને પાઠવાયું આવેદન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!