Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

પર્યાવરણના કાયદાના ભંગ બદલ અંકલેશ્વરની એન સી ટી ને કલોસર આપવાની માંગણી…

Share

 

પર્યાવરણ સુરક્ષા સમિતિ દ્રારા સુપ્રીમ કોર્ટના આદેશના અમલનો ભંગથયો હોવાની રજૂઆત…

Advertisement

જીપીસીબીના ઉચ્ચ અધિકારીઓએ ભરૂચ ખાતે બેઠક યોજી ચિંતાવ્યક્ત કરી…

વડોદરાની પર્યાવરણ સુરક્ષા સમિતિએ અંકલેશ્વરની નર્મદાક્લીનટેકએનસીટીના ફાઈનલ એનફયુન્ટ ટ્રીટમેન્ટપ્લાન્ટને ક્લોસર નોટીસ આપવા તથા કોન્સીલીકેટ અને ઓથોરીઝેશન રદ કરવા માટે માંગણી કરી છે તેમજ અંકલેશ્વર, પાનોલી અને ઝઘડિયાના જે ઉધોગો એફ્યુલ્નટ છોડે છે તેની સામે પણ કાર્યવાહી કરવાની માંગણી કરી છે. આ અંગે પર્યાવરણ પ્રેમીઓ અને જી.પી.સી.બી.ના અધિકારીયો વચ્ચે ભરૂચ ખાતે બેઠક યોજાઈ હતી.

પર્યાવરણ સુરક્ષા સમિતિના રોહિત પ્રજાપતિએ સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ કરી પર્યાવરણના કાયદાનો ભંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવા માટેની માંગણી કરી હતી. જેમાં ગત વર્ષે આવેલા આદેશનો ભંગ થતો હોવાથી કન્ટેમ્પ ઓફ કોર્ટની કાર્યવાહીની પણ માંગણી કરવામાં આવી છે અંકલેશ્વરની એન.સી.ટી. દ્વારા અંકલેશ્વર, પાનોલી અને ઝઘડિયાના ઉદ્યોગોનું પ્રદુષિત પાણી દરિયામાં દુર છોડવામાં આવે છે પરંતુ પાઈપલાઈનમાં ભંગાણ થતા આમલાખાડીમાં પણ પ્રદુષિત પાણી વહી જાય છે. જેથી નર્મદા કથાના લોકોને પણ અસર થતી હોય છે. તેથી કંપનીને ક્લોઝર નોટીસ આપવાની માંગણી પણ કરાય હતી. પર્યાવરણ સુરક્ષા સમિતિની પીઆઈએલ અંગેની રજૂઆત સાથે જી.પી.સી.બી. ના ઉચ્ચ અધિકારીયો પણ દોડી આવ્યા હતા અને ભરૂચના જી.એન.એફ.સી.  ગેસ્ટ હાઉસ ખાતે પર્યાવરણ પ્રેમીઓ સાથે બેઠક યોજી ચર્ચા વિચારણા કરી હતી અને સ્થિતિ અંગે ચિન્તા પણ વ્યક્ત કરી આવશ્યક કાર્યવાહી માટેનું આશ્વાશન પણ આપ્યું હતું.

આ બેઠકમાં જી.પી.સી.બી.ના ચેરમેન અરવિંદ અગ્રવાલ, સેક્રેટરી એ.સી. મિસ્ત્રી, વ્રીસ્થા પર્યાવરણ એન્જીનીયર એ.ડી. શાહ, ભરૂચ રીજીયોનલ ઓફિસર ત્રિવેદી સહીત અન્ય અધિકારીયો અને કર્મચારિયો ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

હિમાચલમાં ભાજપે સ્વીકારી હાર, મુખ્યમંત્રી જયરામ ઠાકુરે રાજ્યપાલને સોંપ્યું રાજીનામુ.

ProudOfGujarat

ભરૂચ : સંસ્કાર વિદ્યા ભવન શાળાનાં એન્યુઅલ ડે નિમિત્તે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા.

ProudOfGujarat

સુરત જીલ્લામાં સામાજીક અંતર સાથે જળસંચય મનરેગા કામનો પ્રારંભ કરાયો.

ProudOfGujarat
error: Content is protected !!