Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

નર્મદા જિલ્લામાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણાની વિશેષ ઝુંબેશમાં માત્ર એક જ દિવસમાં કુલ- ૨૬૭૩ જેટલી પ્રાપ્ત થયેલી અરજીઓ

Share

ભારતના ચૂંટણી પંચની સૂચના અને માર્ગદર્શન મુજબ નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાની રાહબરી હેઠળ ગત તા. ૨૨ મી જાન્યુઆરી, ૨૦૧૮ થી નર્મદા જિલ્લામાં તા.૧/૧/૨૦૧૮ ની લાયકાતના ધોરણે હાથ હાથ ધરાયેલા મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ તા.૧૨ મી ફેબ્રુઆરી, ૨૦૧૮ સુધી સતત ચાલુ રહેશે. જિલ્લાના તમામ તાલુકા મામલતદાર કચેરીઓમાં આ કામગીરી હાલમાં ચાલી રહી છે.

નર્મદા જિલ્લામાં સમાવિષ્ટ ૧૪૮- નાંદોદ અને ૧૪૯-દેડીયાપાડા વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ જિલ્લાના રાજપીપલા નગરપાલિકા વિસ્તાર ઉપરાંત તમામ પાંચેય તાલુકાઓમાં તા. ૨૮ મી જાન્યુઆરી, ૨૦૧૮ ના રોજ તમામ મતદાન મથકોએ બી.એલ.ઓ.ની ઉપસ્થિતિમાં મતદાર યાદીમાં નવા નામ ઉમેરવા, સુધારા-વધારા, નામ કમી કરવા, એક ભાગમાંથી બીજા ભાગમાં નામ ફેરબદલ કરવા તેમજ તા.૧/૧/૨૦૧૮ ના રોજ ૧૭ પ્લસ હોય તેવા મતદારોની યાદી તૈયાર કરવાની હાથ ધરાયેલી ખાસ ઝુંબેશમાં ફોર્મ નં-૬ હેઠળ – ૧૬૧૦, ફોર્મ નં- ૭ હેઠળ- ૪૩૩, ફોર્મ નં- ૮ હેઠળ ૫૮૩ અને ફોર્મ નં- ૮ (ક) હેઠળ ૪૭ મળી કુલ- ૨૬૭૩ અરજીઓ જુદી જુદી કામગીરી માટે રજુ થઇ હતી. તેવી જ રીતે તા.૨૨ મી થી તા.૨૭ મી જાન્યુઆરી, ૨૦૧૮ દરમિયાન આ વિશેષ ઝુંબેશ અગાઉ જિલ્લાભરમાં ફોર્મ નં- ૬ હેઠળ ૧૮૯, ફોર્મ નં- ૭ હેઠળ- ૪૫ અને ફોર્મ નં- ૮ હેઠળ ૧૨૧ મળી કુલ- ૨૦૧૮ જેટલી અરજીઓ પ્રાપ્ત થયેલ હતી. આમ, આ કામગીરીના પ્રારંભથી ઉક્ત પ્રથમ ખાસ ઝુંબેશ સુધીના સમયગાળામાં જિલ્લામાં ફોર્મ નં- ૬ હેઠળ ૧૭૯૯, ફોર્મ નં – ૭ હેઠળ ૪૭૮, ફોર્મ નં- ૮ હેઠળ – ૭૦૪ અને ફોર્મ નં- ૮ (ક) હેઠળ ૪૭ મળી કુલ- ૪૬૯૧ જેટલીઓ વિવિધ કામગીરી માટે પ્રાપ્ત થઇ હોવાના અહેવાલ જિલ્લા ચૂંટણીતંત્ર તરફથી પ્રાપ્ત થયાં છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : એ. ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અભયમ 181 મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા બંધારણ દિવસની ઉજવણી…

ProudOfGujarat

ભારતમાં પીઈ ઇન્વેસ્ટમેન્ટ્સ ત્રણ વર્ષની ટોચે પહોંચ્યાઃ ઇક્વિરસનો રિપોર્ટ

ProudOfGujarat

સુરતના હીરા બાગ વિસ્તારમાં સોનાના દાગીના બનાવતી કંપનીમાંથી કર્મચારી દ્વારા રૂપિયા 1 કરોડથી વધુના સોનાના પાવડરની ચોરી કરી હોવાનું સામે આવ્યું.

ProudOfGujarat
error: Content is protected !!