Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

બલડેવા-પીંગોટ અને ધોલી ડેમમાં પાણીના સંગ્રહમાં દરરોજ ૫ સેમી ઘટાડો

Share

* બલડેવા-પીંગોટ અને ધોલી ડેમમાં પાણીના સંગ્રહમાં દરરોજ ૫ સેમી ઘટાડો

* એક-દોઢ મહિના સુધી સિંચાઈ માટેનું પાણી અપાશે,ખેડુતો ચિંતિત

Advertisement

* ૩૦૦ હેકટર જમીનને અપાતું સિંચાઈ માટેનું પાણી

તા.૦૩-૦૪-૨૦૨૪ નેત્રંગ.

પ્રાપ્ત માહિત મુજબ ભરૂચ જીલ્લાના પુવઁપટ્ટી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકાની સીમમાંથી કરજણ,અમરાવતી,ટોકરી,મધુવંતી અને કિમ નદી પસાર થાય છે,અને વિશાળ બલડેવા-પીંગોટ અને ધોલી ડેમ આવેલ છે.૫૦૦૦ થી વધુ હેક્ટર જમીનની સિંચાઈ માટેનું પાણી આપી શકાય તેવી ત્રણેય ડેમની ક્ષમતા છે.પરંતુ ત્રણેય ડેમની જમણા-ડાબા કાંઠાની ૭૫ કિલોમીટરથી વધુ કેનાલ તુટેલી-જજૅરીત હાલતમાં હોવાથી માત્ર ૨૫૦-૩૦૦ હેકટર જમીનને સિંચાઈ માટેનું પાણી અપાઇ છે.ત્રણેય ડેમમાં ૮૦ ટકાથી વધુ માટી પુરાણ થવાથી પાણીનો સંગ્રહ ઘટ્યો છે.

હાલ ઉનાળાની સિઝન હોવાથી આકાશમાંથી સુયઁદેવતાના પ્રકોપના કારણે નેત્રંગ તાલુકાના નદી-નાળા અને તળાવ સહિત ચેકડેમમાં પાણીના સ્તરમાં ધરખમ ઘટાડો જણાઇ રહ્યો છે.બલડેવા-પીંગોટ અને ધોલી ડેમમાં પાણીના સંગ્રહમાં દરરોજ ૫ સેમી ઘટાડો થઇ રહ્યાનું જાણવા મળ્યું છે.બલડેવા ૧૩૮.૯૫ મીટર,પીંગોટ ૧૩૬.૦૭ મીટર અને ધોલી ડેમ ૧૩૩.૯૮ મીટર હોવાથી મે માસના પ્રથમ પખવાડીયામાં જ ત્રણેય ડેમમાંથી સિંચાઈ માટેનું પાણી અપાતું બંધ થઈ તેવું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.તેવા સંજોગોમાં ધરતીપુત્રોની પીવા-સિંચાઈ માટેના પાણી માટે વલખા મારવા પડશે.


Share

Related posts

ઘોઘંબા તાલુકાના કાનપુર ગ્રામ પંચાયતમા ગેરરીતીની વ્યાપક ફરિયાદો ઉઠવા પામતા ચકચાર.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાનાં પિપદરા ગામેથી ત્રણ વર્ષથી ફરાર આરોપી ઝડપાયો.

ProudOfGujarat

ભરૂચ કલેક્‍ટર કચેરી ખાતે મહિલાઓના ગ્રોથ માટે પેનલ ડીસ્‍કશનનું આયોજન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!