Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

પાલેજ કુમારશાળામાં વય નિવૃત્ત શિક્ષિકાઓનો વિદાય સમારંભ યોજાયો…

Share

પાલેજ કુમારશાળામાં વય નિવૃત્ત શિક્ષિકાઓનો વિદાય સમારંભ યોજાયો…

પાલેજ :- ભરૂચના પાલેજ સ્થિત કુમારશાળામાં ફરજ બજાવતા શિક્ષિકા શ્રીમતિ મહેરુન્નિશા યાકુબ મુન્શી તથા શ્રીમતિ સરીફાબેન સુલેમાન લાંબા જેઓવય નિવૃત્ત બન્ને શિક્ષિકાઓનો વિદાય સમારંભ ગૃપાચાર્ય શ્રીમતી ભાવનાબેન પટેલના સાનિધ્યમાં યોજાયો હતો. આયોજિત કાર્યક્રમમાં પાલેજ કન્યાશાળા, નવીનગરી શાળાના આચાર્ય,શાળા પરિવાર, એમ. ડી. એમ સ્ટાફ, એસ. એમ. સી. સભ્યો તથા શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનોએ તેઓના વક્તવ્યમાં બન્ને શિક્ષિકાઓની તેમની શૈક્ષણિક કારકિર્દી દરમ્યાન કરેલ કામગીરી અને તેમનો સ્ટાફ તથા બાળકો પ્રત્યેના વ્યવહારને બિરદાવ્યો હતો.

Advertisement

હવે પછીનું જીવન સુખ શાન્તિ અને તદુરસ્ત રીતે પસાર થાય એવી શુભેચ્છાઓ પાઠવી હતી. શાળા પરીવાર તરફથી સન્માન પત્ર અને ગિફ્ટ અર્પણ કરવામાં આવી હતી. ઉપસ્થિત કન્યાશાળા તથા નવી નગરી શાળાના આચાર્યશ્રીઓ દ્વારા પણ વયનિવૃત થતા શિક્ષિકાઓને ભેટ આપવામાં આવી હતી. અંતમાં વયનિવૃત થતા બન્ને શિક્ષિકાઓએ સાથ સહકાર આપવા બદલ સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો અને ફરજ દરમ્યાન કોઈનું દિલ દુઃખાયું હોય તો માફી માંગી હતી. અંતમાં સમૂહ ભોજન લઈ કાર્યક્રમની પુર્ણાહુતી કરવામાં આવી હતી…

:- યાકુબ પટેલ..પાલેજ..


Share

Related posts

પંચમહાલના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે આયોજીત “પોષણ વાટિકા મહાભિયાન-વૃક્ષારોપણ -વર્કશોપ” યોજાયા.

ProudOfGujarat

રાજપીપળા : નરેન્દ્ર મોદીના જન્મ દિવસે ભારતીય યુથ કોંગ્રેસે બેરોજગારી દિવસની ઉજવણી કરી.

ProudOfGujarat

ઝઘડિયા : ઉમલ્લાની સરસ્વતી વિદ્યામંદિર શાળાના ૨૫ વર્ષ પૂર્ણ થતાં ક‍ાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!