Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળ તાલુકા માંથી 17જેટલાં યુવાનો પોલીસ કોન્સ્ટેબલ માં પસંદગી પામ્યા.

Share

વાંકલ

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે સુરત ગ્રામ્ય જીલ્લા પોલીસે સ્પર્ધાત્મક પરીક્ષા માટે પ્રેરણા કાર્યકમો યોજ્યા હતા. ભાગરૂપે માંગરોળ, ઉમરપાડા અને માંડવી વિસ્તારના યુવાનોને સાધનો પુસ્તકો સાહિત્ય અને માર્ગદર્શન પૂરું પાડી નવી પહેલ કરવામાં આવી હતી. સમાજમાં શિક્ષણ થકીજ પ્રગતિ કરી શકાય અને એકમેકને મદદરૂપ થઈ રાષ્ટ્ર્ર અને સમાજની સેવા કરી શકાય એ સંદેશ સાથે પોલીસ દ્વારા સમાજમાં જાગૃતિ કેળવવાનું અને સ્પર્ધાત્મક પરીક્ષા માટે યુવાનો અને યુવતીઓને પ્રોત્સાહિત કરવાનું અભિયાન પોલીસ અધિકારીઓ દ્વારા ધરવામાં આવ્યું હતું. આ સેવા યજ્ઞ માં dysp બી.કે.વનાર,માંગરોળ ના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા, ડૉ. યુવરાજસિંહ સોનારીયાના સહયોગ અને માર્ગદર્શન મળ્યું હતું. શૈક્ષણિક માર્ગદર્શક અફઝલ પઠાણ, પ્રીતિ ચૌધરીએ મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું.આ અભિયાનમાં ચાર મહિલા કોન્સ્ટેબલ સહીત 17જેટલાં ઉમેદવારો ઉતીર્ણ થતાં ડી.વાય.એસ પી.બી.કે.વનાર જોડે મુલાકાત લીધી હતી ત્યારે સૌ વિદ્યાર્થીઓને તેમના ઉજળા ભવિષ્ય સાથે પરિવારનું પણ નામ રોશન કરો ના આશીર્વાદ આપ્યા હતા.

Advertisement

Share

Related posts

વલસાડ શહેરના રામવાડી વિસ્તારમાં જન્માષ્ટમીના મંડપની આડમાં 17 શકુનીઓને જુગાર રમતા ઝડપાયા.

ProudOfGujarat

કરજણના નવી નગરી પાસે આવેલ ઝાડીમાંથી જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાયા.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં ઘટતું જતું તાપમાન ઠંડીનાં સુસવાટાની શરૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!