Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા શહેરની સાથે સરદાર વલ્લભભાઈ પટેલના જીવનની યાદગાર ક્ષણોની એક ઝાંખીનો વિશેષ અહેવાલ…

Share


ગોધરા, રાજુ સોલંકી

ગુજરાતના પનોતાપુત્ર અને લોંખડીપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની આજે જન્મ જંયતિઉજવાઈ રહી છે. સાથે સાથે ગુજરાતમા નર્મદા જીલ્લાના કેવડીયા કોલોનીથી સાત કિમી દુર આવેલા નવાગામ પાસે આવેલી સાધુ ટેકરી ઉપર દુનિયાની સૌથી ઉચી પ્રતિમાં સ્ટેચ્યુઓફ યુનિટીનુ લોકાપર્ણ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામા આવ્યુ છે. સરદાર સાહેબની ગુજરાતમાં નહી પણ ભારતની આઝાદી મેળવામા તેમજ આઝાદી પછી ૫૬૨રજવાડાઓને એકત્ર કરવાનુ ભગીરથ કાર્ય તેમને કર્યુ છે.પંચમહાલ જીલ્લાની સાથે સરદાર વલ્લભભાઈ પટેલનો નાતો રહ્યો છે. ગોધરા ખાતેથી વકીલાતની કારકિર્દીની શરુઆત તેમણે કરી હતી.ગુજરાતની પ્રથમ રાજકીય પરિષધ ગોધરા ખાતે ભરાઈ હતી ત્યારે અહી મોટા રાજકીય નેતાઓ હાજર રહ્યા હતા.

Advertisement

➡સરદાર પટેલના ગોધરા સાથે સંસ્મરણો

ગોધરા શહેર અને પંચમહાલ જીલ્લા સાથે સરદાર પટેલનો નાતો રહ્યો છે. ઈસ ૧૯૦૦ની સાલથી ડીસ્ટ્રિક પ્લીડર તરીકે પોતાની કેરિયરની શરુઆત તેમણે કરી હતી.તેમના મોટાભાઈ વિઠ્ઠલભાઈ પટેલપણ અહી વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા હતા.પોતાની વકીલાત તરીકેનો પ્રથમ કેસ પંચમહાલથી લડ્યો હતો. ગોધરામા માત્ર તેમણે વકીલાત કરી એટલુ જ નહી પણ તેમણે અહી સામાજીકસેવાઓનુ પણ કાર્ય કર્યુ ગોધરા શહેરમાં ભંયકર પ્લેગનો રોગચાળો ફાટી નીક્ળયો હતો ત્યારે પણ લોકોની ખુબ સેવા કરી હતી. અને આ સેવા કરવામા પોતે પણ આ પ્લેગના રોગની ઝપટમા આવી ગયા હતા. ગોધરા શહેરમા ૧૯૧૭મા તા ૩,૪,૫ નવેમ્બરના રોજ પ્રથમ રાજકીય પરિષદ ભરાઈ હતી. આ રાજકીય પરિષદમા ગાંધીજી અને સરદાર પટેલની મૈત્રી અને નીકટતા વધી. અહી રાજકીય પરિષદની સાથે સાથે અંત્યજ પરિષદમાં પણ ભરાઈ હતી. અહી અંત્યજ શાળા શરુ કરવા માટે અહી ગાંધીજીએ ૧૬૫૩ રુપિયાનુ ભંડોળ એકત્ર કર્યુ હતુ. ગોધરામા અંત્યજ શાળા શરુ થઈ ત્યારે સરદાર પટેલે૩૦૦ રુપિયાની મદદ કરવામા આવી હતી. ગાંધીજીના જેલવાસ દરમિયાન પણ અંત્યજ આશ્રમના કારભારનો બોજ ઉપાડ્યો હતો.હરીજન સેવા સંઘની સ્થાપના થઈ તે પહેલા ગુજરાતમા હરીજન ઉત્કર્ષની બધી જવાબદારી સરદાર પટેલે સંભાળી હતી અંત્યજ મંડળના બજેટના નાણા પંચમહાલના આશ્રમને મદદ કરવામાં વાપરતા હતા. આમ પોતે એક સામાજીક સેવા કાર્યકર પણ ગોધરામાથી બન્યા એમ કહીએ તો અતિશયોક્તિ નહી. ગોધરા શહેરમા આવેલી હાલ જુની પ્રાન્ત કચેરી હતી ત્યા પહેલા કોર્ટ હતી આ કોર્ટમાં સરદાર પટેલ વકીલાત કરતા હતા. અહી આ કોર્ટના મકાન સાથે સરદાર પટેલના જીવન સાથેનો દુઃખદ પ્રસંગ પણ જોડાયેલો છે જેમા પોતે કેસ લડી રહ્યા હતા. ત્યારે ચાલુ કોર્ટે એક તાર આવે છે અને તારના સંદેશાને વાંચીને પોતે ખિસ્સામાં મુકીને કેસનો મુકદમો આગળ લડે છે. ત્યારબાદ પોતે દલીલો પુર્ણ થયા બાદ મેજીસ્ટ્રેટને જણાવે છે કે હું કેટલાક દિવસો સુધી અદાલતમા હાજર રહી શકુ નહી તેમ કહી પોતાની પત્ની ઝવેરબાના અવસાનમા સમાચાર આપે છે ત્યારે કોર્ટમા બેઠેલા સૌકોઈ વિચારમાં પડી જાય છે.અને તેમના મક્કમ મનોબળના દર્શન પણ અહી થાય છે. ગોધરામા આવેલા પટેલવાડાના રાવજીભાઈ પટેલના મકાનમાં સરદા પટેલ રહેતા હતા.આજે પણ સરદાર પટેલના જીવનના પ્રંસગોનુ સાક્ષી બનેલુ આ મકાન આજે પણ ગોધરામા મહાકાળી માતાના મદિંર પાસે અડીખમ ઉભુ છે. જ્યા હાલ જમીન સંપાદનની કચેરી કાર્યરત છે. ગોધરાના કેટલાક સરદાર પ્રેમી લોકોનુ પણ માનવુ છે આ સ્થળને પણ એક સ્મારક તરીકે તેનો તંત્ર દ્વારા વિકાસ કરવામા આવે. ૧૯૯૩મા સરદાદ પટેલના જીવન પર બનેલી કેતન મહેતાની ‘‘ સરદાર’’ ફિલ્મના કેટલાક દ્દશ્યોનું શુટીંગ પણ ગોધરામા કરવામા આવ્યુ હતુ જેમા ગોધરાના વકીલોએ પણ સાથી સહાયક તરીકેના પાત્રો નિભાવ્યા હતા.


Share

Related posts

વડોદરા એન.ડી.આર.એફ.ની ટીમ એ રાજસ્થાનમાં બોરવેલમાં ફસાઈ ગયેલા બાળકનું રેસ્ક્યુ કર્યું.

ProudOfGujarat

વડોદરા : ‘આપ’ ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા એ પાણીની સમસ્યા મુદ્દે સરકાર પર કર્યા આક્ષેપ.

ProudOfGujarat

અવળી ગંગાઃ શાદી ડોટ કોમ પરથી શોધેલો મુરતિયો યુવતીને છેતરી 76 હજાર લઈ ગયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!