Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં ગુજરાત ગેસ કંપની પાસેથી અગાઉ પણ ગાંજાના જથ્થાને હેરાફેરી કરતા એક શખ્સને એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે

Share

અંકલેશ્વરમાં ગુજરાત ગેસ કંપની પાસેથી અગાઉ પણ ગાંજાના જથ્થાને હેરાફેરી કરતા એક શખ્સને એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે
અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ આજે સવારે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલ કે એક સફેદ રંગની હુંડાઈ વેરના ફોરવીલ ગાડી માં સુરતી ભાગોળ થી ઉમરવાડા તરફ શંકાસ્પદ માદક પદાર્થ સાથે પસાર થનાર છે.

આથી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે આ વિસ્તારમાં વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી મુજબની સફેદ રંગની હુંડાઈકાર રજીસ્ટર નંબર Gj 16 /BB /9915 સુરતી ભાગોળ થી ઉમરવાડા રસ્તા પર નીકળેલ હોય જેને અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ગુજરાત ગેસ કંપની પોલીસ ચેકપોસ્ટ પર તપાસ કરતા ગાડીમાં ગાંજાનો જથ્થો 49.410 kg કિંમત રૂપિયા ₹494100-/ મોબાઈલ ફોન અલગ અલગ બેંકના ચેક જુદી જુદી ભારતીય ચલણી નોટો હુંડાઈ કાર સહિતના મુદ્દા માલ સાથે આરોપી સમીર મજીદ રાઠોડ રહેઠાણ મકાન નંબર 88 કબીર નગર આશિયાના નગર બારડોલી જિલ્લો સુરત ને ₹10,06545-/ ના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યો છે અન્ય બે વોન્ટેડ આરોપીઓ ઈમ્તિયાઝ અને રાજુ બંને અગાઉ પણ ગાંજાની હેરાફેરીમાં ઝડપાયેલો હોય તેની આ કેસમાં સંડોવણી ખુલતા પોલીસે બંને વોન્ટેડ આરોપીઓને અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં મતદાન જાગૃતિ અભિયાન તેજઃ ગંધાર અને કોસમડી ગામે વિશેષ કાર્યક્રમો યોજાયા

ProudOfGujarat

ભરૂચ તાલુકાનાં વહાલું ગામે નજીવી બાબતે થપેલા ઝઘડામાં મારામારી.

ProudOfGujarat

૧૯ વર્ષ થી નાસતા ફરતાં આરોપી ને ભરૂચ પેરોલફ્લૉ સ્કોડ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો …..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!