Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં અંકલેશ્વર તાલુકામાં સૌથી વધુ ૮૧ મિ.મિ વરસાદ નોંધાયો

Share

*ભરૂચ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં અંકલેશ્વર તાલુકામાં સૌથી વધુ ૮૧ મિ.મિ વરસાદ નોંધાયો*

*ચાલુ વર્ષ દરમિયાન નેત્રંગ તાલુકામાં સિઝનનો સૌથી વધુ ૭૦ મિ.મિ અને જબુંસર તાલુકામાં સૌથી ઓછો ૧૭૧ મિ. મિ. નોંધાયો*

Advertisement

ભરૂચ – મંગળવાર :- ભરૂચ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમ તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ તા. ૨૩ લી જુલાઈ, ૨૦૨૪ને મંગળવારના રોજ સવારના ૬=૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન જિલ્લામાં સરેરાશ ૪૦.૬૭ મિ.મિ વરસાદ નોંધાયો છે.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન વરસાદના આંક જોઈએ તો, ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં ૭૬ મિ.મિ,ભરૂચ તાલુકામાં ૩૯ વરસાદ નોંધાયો છે. જ્યારે હાંસોટ૩૬ મિ.મિ ઝઘડિયા તાલુકામાં- ૩૯ મિ.મિ. અંકલેશ્વર તાલુકામાં ૮૧.નેત્રંગ તાલુકામાં ૩૬ મિ.મિ વાગરા તાલુકામાં ૧૯ મિ.મિ, જબુંસર ૧૬ મિ.મિ, આમોદ ૨૪ મિ.મિ મળી , ભરૂચ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કુલ – ૪૦.૬૭ મિ.મિ વરસાદ નોંધાયો છે.

ભરૂચ જિલ્લાના તાલુકામાં આ મોસમનો કુલ વરસાદની પરિસ્થિતિ જોઈએ તો ભરૂચ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નેત્રંગ તાલુકામાં ૭૭૦ મિ.મિ નોંધાયો છે, જયારે જબુંસર તાલુકામાં સૌથી ઓછો ૧૭૧ મિ.મિ વરસાદ અને ભરૂચ જિલ્લામાં કુલ વરસાદ ૪૦૭.૨૨ મિ.મિ નોંધાયો હોવાના અહેવાલ ભરૂચ જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.


Share

Related posts

ભરૂચનાં જૂના ડેપોને અડીને આવેલ ઇન્દિરા નગરનાં ઘરો પર ડેપોની દીવાલ ધસી પડતાં ઘરોને નુકસાન થવાથી રહીશો દ્વારા ભરૂચ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

વડોદરાના અકોટામાં ફાઈનાન્સની ઓફિસમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ

ProudOfGujarat

પરત આવી જા મમ્મી….ભરૂચ-પાન મસાલાના થેલામાં ત્યજી દીધેલ બાળકી મળી આવી, ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!