Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ ડી.આઈ.એલ.આર કચેરીમાં અંધેર વહીવટ : પ્રજા ત્રાહિમામ.

Share

ભરૂચ ડી.આઈ.એલ.આર કચેરી ખાતે પ્રજાના કામોના નિકાલ થતાં નથી અને હજારો અરજીઓ પેન્ડિંગ હોવા છતાં સ્ટાફ કામગીરી કરતો નથી અને સરકારી નાણાં પગાર સ્વરૂપે ઉચાપત થતી હોય તેવા ગંભીર આક્ષેપો કરતી રજૂઆત એક જાગૃત નાગરિક દ્વારા રાજ્યના મુખ્ય મંત્રી અને મહેસૂલ મંત્રી સહિત જિલ્લા વહીવટી તંત્રને કરવામાં આવી છે.

વધુમાં અરજીમાં ભરૂચમાં મોટાભાગે ઇ.ચા. ડી.આઈ.એલ.આર ની નિમણૂક કરવામાં આવે તેવી રજૂઆત સાથે સિનિયર સર્વેયર કીર્તન ગોહિલ અને ડી.આઈ.એલ.આર અરજદારોને ધક્કા ખવડાવી નિયત સમય મર્યાદામાં કામોનો નિકાલ કરતાં નથી તેવી રજૂઆત કરવામાં આવી છે. તો શું આ અંગે ભરૂચ કલેકટર અને રાજ્ય સરકાર કાર્યવાહી કરશે? આવ કર્મચારીઓ સામે પગલાં ભરી લોકોની સમસ્યાનું નિરાકરણ લાવશે કે કેમ તે જોવું રહ્યું.

Advertisement

Share

Related posts

ભરૂચના શ્રવણ ચોકડી નજીકના એક શોપિંગ ખાતે પાર્ક કરેલ ઇલેક્ટ્રિક બાઇકમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ.

ProudOfGujarat

માંગરોળ : વાંકલ વિસ્તારના 25 ગામોમાં જ્ઞાન સંપ્રદાય દ્વારા ભગવાન કરુણા સાગર અંતર ધ્યાન દિવસ ભાદરવા તેરસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ભરૂચનાં વાંસી ગામ ખાતે રેગ્યુલર બસ ના આવતા વિદ્યાર્થીઓ દ્વારા જિલ્લા કલેકટરને કરાઈ રજુઆત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!