Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

આદિવાસી – દલિત – બક્ષીપંચ સમાજના બંધારણીય અધિકારો માટે ગુજરાતની ભાજપા સરકારનો ઐતિહાસિક નિર્ણય

Share

(તલ્હા ચાંદિવાલા, સુરત)

તાજેતરમાં ખોટા જાતી પ્રમાણપત્ર ઈશ્યુ કરવા બાબતે તેમજ ખોટા જાતી પ્રમાણપત્રો નાં આધારે અનામતના લાભો મેળવાતા હોવાની અનેક વિવિધ રજુઆતો રાજ્ય સરકારને મળી છે તે સંદર્ભે બંધારણીય અનામતની જોગાવાઈનો લાભ લેવા માટે જાતિ પ્રમાણપત્ર ખુબ જ મહત્વનો દસ્તાવેજ છે. બંધારણીય રીતે અનામત કરેલ જગ્યા ઉપર ખોટું જાતિનું પ્રમાણ પત્ર રજુ કરી સરકારી નોકરી મેળવનાર ને ત્રણ વર્ષની જેલની સજા. ખોટા પ્રમાણપત્રના આધારે નોકરી મેળવેલ હશે તો નોકરી માંથી બરતરફી, તે ઉપરાંત નોકરી દરમ્યાન મેળવેલ અનુદાન, ભથ્થા અથવા બીજા નાણાકીય લાભ સ્વરૂપે મેળવેલ રકમની વસુલાત કરવામાં આવશે, ખોટા પ્રમાન્પ્તારના આધારે શૈક્ષણીકસંસ્થામાં પ્રવેશ મેળવ્યો હોય તો તેવું પ્રમાણપત્ર રદ થશે, બંધારણીય રીતે અનામત જગ્યા ઉપર શૈક્ષણીક ખોટા પ્રમાણપત્રના આધારે મેળવેલ ડીગ્રી પણ રદ થશે.

Advertisement

મેળવેલ આર્થિક લાભ પરત ખેંચાશે, શિષ્યવૃત્તિ કે અન્ય સહાય, મેળવેલ હશે તો તેની વસુલાત કરવામાં આવશે, બંધારણીય રીતે અનામત જગ્યા ઉપર ચૂંટણી લડી વિજેતા બનેલ હોય તો સભ્ય ગેરલાયક ઠરશે અને મેળવેલ લાભો વસુલાત કરવામાં આવશે, બંધારણીય રીતે અનામત કોઈપણ શૈક્ષણિક સંસ્થા/ સરકારી નોકરી/ ચુન્તાનીમાં ખોટા જાતી પરમાન્પત્ર રજુ કરી નોકરી મેળવનારને ત્રણ વર્ષની જેલની સજા અને રૂ!.૫૦,૦૦૦/- દંડની જોગવાઈ કરવામાં આવશે.

આ અંગે આદિવાસી – દલિત- બક્ષી પાંચ સમાજના પ્રમાણપત્ર કાઢી આપવાનું નિયમન અને ખરાઈ અધિનિયમ – ૨૦૧૮ આગામી વિધાનસભા બજેટ સત્રમાં મંજુરી માટે રજુ કરવામાં આવનાર છે.

હવે પછે બંધારણીય રીતે અનામત વાલી જગ્યા ઉપર શિક્ષણ, સરકારી નોકરી અથવા ચુન્તાનીમાં અનામતનો લાભ મેળવાવા માટે ફરજીયાત જાતી પ્રમાણપત્રો સમિતિ મારફતે ચકાસણી કરાવવાની રહેશે.


Share

Related posts

ત્રણ દિવસ અગાઉ ઝડપાયેલ ઘરફોડ ચોરી નો આરોપી અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ  ને ચકમો આપી પોલીસ સ્ટેશન માંથી ફરાર.

ProudOfGujarat

ભરૂચના ઝાડેશ્વર ખાતે શ્રી સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ સમાજ દ્વારા નિઃશુલ્ક સર્વ રોગ નિદાન અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

વડોદરા : મોબાઇલ કવરેજ અને ગુણવત્તા તપાસવા અને સુધારવા માટે ગુજરાત LSA, DoT દ્વારા શહેરમાં ડ્રાઇવ ટેસ્ટ કરાયું.

ProudOfGujarat
error: Content is protected !!