Proud of Gujarat
FeaturedGujaratINDIA

નબીપુર પોલીસ મથકમાં સોના ચાંદીના વેપારીઓ સાથે સુરક્ષા અંગે બેઠક યોજાઇ.

Share

ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ મથકની હદમાં આવતા 33 ગામોમાં સોના ચાદીનો વ્યવસાય કરતા વેપારીઓ સાથે નબીપુર પોલીસ મથકના ઇન્ચાર્જ પી.એસ.આઈ. વી.એ.રાણાની અધ્યક્ષતામાં સુરક્ષા અંગે એક શિબિરનું આયોજન કરાયું હતું. જેમાં જો કોઈ ગ્રાહક ઉપર શંકા, કોઈ ચોરી કે કોઈ છેતરપિંડી જેવું જણાય તો તરત પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું હતું. ગુનાઓને ડામવા માટે દરેક દુકાનોમાં CCTV કેમેરા લગાવવાની અગત્યતા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ ગુનાહિત કૃત્યોને ડામવા માટેનો હોવાનું જાણવા મળ્યું હતું. આયોજિત બેઠકમાં વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

ભરૂચ હાઇવે પર સેગવા ચોકડી પાસે કારમાં આગ લાગતાં દોડધામ

ProudOfGujarat

અંકલેશ્વર ઉમાભવન ફાટક રોડ પર મધ્ય ડિવાઈડર માં ઇજારદારે વેઠ ઉતારી હતી. 

ProudOfGujarat

માંગરોળ : વાંકલ ખાતે આવેલ શ્રી એન ડી દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે “પરીક્ષા પે ચર્ચા ” કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!