Proud of Gujarat
bharuchCrime & scandalGujaratINDIAUncategorized

માત્ર અડધા કલાકમાં જ ઓએનજીસીના ઓઇલ સંસોધનના 2.40 લાખના સામાનની ચોરી

Share

આમોદના આછોદ ગામે સફા હોટલથી રોજાટંકારિયા જવાના રોડ પરની ઘટના

ભરૂચ.

Advertisement

વાગરા તાલુકામાં આવેલાં ચાંચવેલ ગામે અભોરિયા ફળિયામાં રહેતાં મુન્તજીર ઇકબાલ કારભારી ઓએનજીસીમાં ચિસ્તિયા એન્ટરપ્રાઇઝના નામે લેબર કોન્ટ્રાક્ટ ચલાવે છે. તેમ તેમની કંપનીને અગ્રવાલ એન્ટરપ્રાઇઝ કંપનીએ પેટા કોન્ટ્રાક્ટ આપતાં તેઓ જમીનમાં ઓઇલ સંસોધનનું કામ કરે છે.  ગત 12મી એપ્રીલના રોજ તેઓ સાતેક વાગ્યે તેમના કોન્ટ્રાક્ટમાં કામ કરતાં ઐયુબ પટેલે જણાવ્યું હતું કે, તેઓ સવારના 6 વાગ્યે મગણાદ ઓએનજીસી કેમ્પથી પીકઅપ ગાડીમાં ઓઇલ સંસોધનના સામાન તેમજ ફાઇબર લીંક કેબલના 14 બંડલ, 56 જીઓ ફોન, 3 સીએક્સ મશીન સહિતનોસામા લઇને ફીલ્ડમાં નિકળ્યાં હતાં. સવારના સાડા છ વાગ્યે તેઓ આછોદ સફા હોટલથી રોજાટંકારિયા જતા રોડની સાઇડમાં ઓઇલ સંસોધનનો સામાન મુકી ફિલ્ડમાં ગયાં હતાં. અડધો કલાક બાદ તેઓએ આવીને જોતાં તમામ તમામ સામાન ચોરી થયાનું માલુમ પડ્યું હતું. આસપાસમાં તપાસ કરવા છતાં સામાન નહીં મળતાં આખરે તેમણે આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.


Share

Related posts

સુરત મહાનગરપાલિકાએ કોરોના કાળમાં ખર્ચેલા નાણાંમાં રૂ. 82.28 કરોડનો ખર્ચ લોજીસ્ટીક પાછળ કરાયો.

ProudOfGujarat

ઝઘડિયાના ખરચી ગામે ગ્રામ પંચાયતની ચુંટણીની અદાવતે ઝઘડો કરી માર માર્યો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના સરકારી આરોગ્ય કેન્દ્રોમાં ૨૩ દવાખાના તબીબ વિનાના કુલ ૫૯ મંજુર થયેલી જગ્યાઓ પૈકી ૩૬ જગ્યા પર તબીબો છે ઘણા સ્થળોએ એક તબીબ પાસે એકથી વધુ જગ્યાનો ચાર્જ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!