Proud of Gujarat
Uncategorized

ચાવજ અને નબીપુર રેલ્વે સ્ટેશન વચ્ચે અજાણી મહિલાનું વંદે ભારત ટ્રેન એકસપ્રેસની અડફેટે મોત

Share

પાલેજ :- ભરૂચના ચાવજ અને નબીપુર રેલ્વે સ્ટેશન વચ્ચે એક અજાણી મહિલાનું વંદે ભારત એકસપ્રેસ ટ્રેનની અડફેટે મોત નિ પજવા પામ્યું હતું. રેલવે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગતરોજ સાંજના સાડા સાત વાગ્યા પહેલા એક અજાણી ૬૦ વર્ષના આશરાની મહિલા ચાવજ અને નબીપુર રેલ્વે સ્ટેશન વચ્ચે ડાઉન રેલવે લાઇનની બાજુમાં ટ્રેન નંબર ૨૨૯૬૧ ની અડફેટે આવી જતા શરીરે ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળેજ કરુણ મોત નિ પજવા પામ્યું હતું.

Advertisement

ઘટનાની જાણ ભરૂચ રેલ્વે પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ હેમેન્દ્ર કુમાર રમણલાલને થતા તેઓએ ઘટના સ્થળે પહોંચી મૃતક મહિલાના મૃતદેહનો કબ્જો મેળવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક મહિલા શરીરે મજબુત બાંધાની રંગે ઘઉં વર્ણ, ઉંચાઈ આશરે ૫ ફૂટ,
કાળા રંગનું સફેદ ઝીણી ફુલ ડીઝાઇનવાળુ ફાટેલુ લોહીના ડાઘા વાળુ ગાઉન, ડાબા હાથની કલાઈ ઉપર હિન્દીમાં સામસુ નામ ત્રોફાવેલ છે. મૃતક મહિલાના વાલી વારસોને ભરૂચ રેલ્વે પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું છે


Share

Related posts

નાંદોદ નાવરાના યુવાનનો ચેક બાઉન્સ જતા રાજપીપલા કોર્ટે 1 વર્ષની કેદનો હુકમ કર્યો

ProudOfGujarat

પણિયાદરા ગામે 11 હજાથી વધુની રોકડ સાથે 7 જુગારિયા ઝડપાયાં

ProudOfGujarat

કરજણ નજીક આવેલી જિંદાલકંપની પાસે અકસ્માત સર્જાયો, ફાયર ટીમ દ્વારા રેસ્ક્યુ હાથ ધરાયું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!