Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

બિરલા કોપર દ્વારા દહેજ ગ્રામ પંચાયત રૂા.૩૫ લાખનું રોબોટિક મેનહોલ ક્લીનમશીન આપવામાં આવ્યુ

Share

ડ્રેનેજમાં મેનહોલમાં ઉતર્યા વિના સફાઈ કામગીરી થઈ શકશે અને અંદરના કચરાનું નિરિક્ષણ પણ કરી શકાશે

ભરૂચ.

Advertisement

હિન્ડાલ્કો ઈન્ડસ્ટ્રીઝ લીમીટેડ યુનિટ-બિરલા કોપર દહેજના સીએસઆર અંતર્ગત એક મેનહોલ ક્લીનર ગ્રામ પંચાયત દહેજને આપવામાં આવ્યુ હતુ જેનુ લોકાર્પણ કંપનીના અધિકારીઓ અને સરપંચના હરસ્તે કરવામાં આવ્યુ હતું. દહેજ વિસ્તારમાં આવેલ ટ્રેનેજ સાફ સફાઈ માટે જોખમી કહી શકાય તે રીતે શ્રમજીવીઓને ઉતારવાની ફરજ પડતી હોય છે જેમાં જાનહાનિના પણ બનાવો નોંધાયા હોય ગામ પંચાયત દ્વારા તે માટે રોબોટિક ક્લીનરની જરૂરીયાત હોવાનું જણાવ્યુ હતું

જેથી સિન્ડાલકો ઈન્ડસ્ટ્રીઝ લીમીટેડ, પુનિટ-બિરલા કોપર દહેજના સીએસઆર અંતર્ગત રૂા.૩૫ લાખની કિંમતના એક મેનહોલ કલીનર ગ્રામ પંચાયતને બુદેવના મંત્રોચ્ચાર સાથે સોંપવામાં આવ્યુ હતુ, જેના થકી હવે ટ્રેનેજમાં મેનહોલમાં ઉતર્યા વિના સફાઈ કામગીરી થઈ શકશે અને અંદરના કચરાનું નિરિક્ષક્ષ પણ કરી શકાશે. આ રોબોટિક મશીન અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમ સાફ કરવામાં મદદ કરશે. જમીન નીચે ટ્રેનેજ સફાઈ દરમ્યાન જે દુર્ઘટનાઓ સર્જાતી હતી એ પણ આ મશીનના ઉપયોગથી દુર કરી શકાશે. આ પસંગે બિરલા કોપર યુનિટ હેડ કે.કુમારવેલ, એચ.આર. હેડ ઉદિપતાભ મિશ્રા, સી.એસ.આર.હેડ મૌલીક પરમાર, હિન્ડાલ્કોના અવિજીત અને ટીમ બિરલા કોપર તેમજ દહેજના સરપંચ જયદિપસિંહ રણા તેમજ ગ્રામ પંચાયતના સભ્યો સહિત ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. લોકાર્પશ સમારોહમાં ઉપસ્થિત સરપંચ તેમજ તમામ અધિકારીઓ અને આગેવાનોએ બિરલા કોપરના આ મહત્વના યોગદાનની ખુબ પ્રસંશા કરી અને આભાર વ્યક્ત કર્યો હતો.


Share

Related posts

WhatsApp એ એક મોટું ફીચર જાહેર કર્યું, ઇન્ટરનેટ પર પ્રતિબંધ હોવા છતાં પણ મેસેજ મોકલી શકશે

ProudOfGujarat

ભરૂચ : બિનગુજરાતી એકલી પડેલ મહિલાને આશ્રય અપાવતી અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ.

ProudOfGujarat

પ્રેમલગ્ન બાદ કામ ન કરતાં પતિને ઠપકો આપતાં પત્ની પર પતિનો હૂમલો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!