Proud of Gujarat
bharuchCrime & scandalGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં ૬ મેડીકલ સ્ટોર સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો

Share

સ્ટોરમાં સીસીટીવી કેમેરા નહીં લગાવાતા SOG એ કાર્યવાહી કરી

ભરૂચ.

Advertisement

ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ તેમજ ભરુચ ડ્રગ્સ વિભાગના અધિકારી દ્વારા શહેરી વિસ્તારમાં વિવિધ મેડીકલ સ્ટોર પર ચેકીંગ હાથ ધરાયુ હતુ જેમાં સીસીટીવી કેમેરા નહીં લગાડનાર ૬ મેડીકલ સ્ટોરના સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. એસઓજી પોલીસે તમામ વિરૂધ્ધ સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

 

ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના પીઆઈ એ.એ.ચૌધરીએ તેમની ટીમને એટીએસ ચાર્ટર મુજબની કામગીરી કરવા શિડયુઅલ એચ.એચ-૧ અને એક્ષ દવાનું વેચાણ કરતા મેડીકલ અને ફાર્મસી સ્ટોરમાં અંદર તેમજ બહાર કેમેરા લગાવાયા છે કે નહી તેની કાર્યવાહી કરવા માટે સુચના આપવામાં આવી હતી. જેના પગલે એસઓજીની ટીમ તેમજ ડ્રગ્સ ઓફીસર ચેતન કડકીયા સાથે ભરૂચ શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલી મેડીકલ સ્ટોરમાં ચેકીંગ હાથ ધરાયુ હતુ. જેમાં ૯ જેટલી મેડીકલ સ્ટોરમાં સીસીટીવી લગાવાયા ન હોવાનું ધ્યાનમાં આવતા તેમની સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી. ટીમે શહેરના કસક પાસે આવેલી એ.કે.મેડીકલ સ્ટોર, હાજીખાના ત્રણ રસ્તા વિસ્તારની આશીર મેડીકલ અને પ્રોવીઝન સ્ટોર, લલ્લુભાઈ ચકલા વિસ્તારની પટેલ મેડીકલ સ્ટોર, કતોપોર દરવાજાની ગુજરાત મેડીકલ સ્ટોર, નશુમીયા ગરનાળા પાસેની નિલકંઠ મેડીકલ સ્ટોર તેમજ ઝમઝમ શોપીંગ સેન્ટર મહમદપુરા ખાતે આવેલી હાજી મેડીકલ સ્ટોર સામે જે તે પોલીસ સ્ટેશનમાં જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ છે.


Share

Related posts

ભરૂચમાં માવતરને શરમાવતી ઘટના : નવજાત અર્ધવિકસીત બાળકને ત્યજી દીધું : રોટરી ક્લબ પાછળ શ્વાન મોઢામાં લઈને જતું હતું, લોકોએ બચાવતાં સમગ્ર મામલો બહાર આવ્યો

ProudOfGujarat

આગળ ચાલતી કારને ઓવરટેક કરવા જતાં સામેની કારમાં ભટકાતાં ઇકોમાં સવાર ચારને ઇજા

ProudOfGujarat

અંકલેશ્વરમાં ડુપ્લીકેટ માર્કશીટ કૌભાંડની તપાસમાં દિલ્હીમાં ધામાં નાંખી આખરે આરોપીની ધરપકડ કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!