Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ખોપી ગામના 122 આદિવાસી દાવેદારોના વન અધિકારના દાવાઓ પરત કરવાના નિર્ણયની પુનઃતપાસ કરવામાં આવે: સંદીપ માંગરોલા : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને રજૂઆત કરી દાવેદારોને ન્યાય આપવા માંગ

Share

 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલાએ ખોપી ગામ, તાલુકો સાગબારા, જિલ્લાના 122 દાવેદારોના વન અધિકાર અધિનિયમ, 2006 (Forest Rights Act) હેઠળ રજૂ કરવામાં આવેલા દાવાઓ પરત કરવામાં આવ્યા હોવાના મુદ્દે સંબંધિત વહીવટી તંત્ર સમક્ષ રજૂઆત કરી છે.

Advertisement

પ્રાપ્ત દસ્તાવેજો અનુસાર, દાવાઓ તથા દાવા રજિસ્ટર પરત કરવામાં આવ્યાં હોવાનો મુદ્દો સામે આવ્યો છે. આ સમગ્ર બાબતમાં દાવેદારોના હકોનું રક્ષણ થાય, દરેક દાવાની વ્યક્તિગત રીતે અને યોગ્ય પુરાવાના આધારે તપાસ થાય તથા કોઈ પણ દાવેદારને પ્રક્રિયાત્મક ખામીઓના કારણે ન્યાયથી વંચિત રહેવું ન પડે તે અત્યંત જરૂરી છે.

સંદીપ માંગરોલાએ માંગ કરી છે કે સંબંધિત સત્તાધિકારીઓ દ્વારા આ મામલે તાત્કાલિક સમીક્ષા કરવામાં આવે અને દરેક દાવેદારને તેમના દાવામાં દર્શાવવામાં આવેલી ખામી અંગે સ્પષ્ટ લેખિત જાણ કરવામાં આવે. દાવેદારોને જરૂરી દસ્તાવેજો, પુરાવા કે ખુલાસા રજૂ કરવાની પૂરતી તક આપવામાં આવે અને લાગુ કાયદા તથા નિયમો અનુસાર ન્યાયસંગત કાર્યવાહી હાથ ધરવામાં આવે.

આ ઉપરાંત, ખોપી ગામ તાલુકો સાગબારા, જિલ્લો નર્મદા સાથે સંબંધિત હોવા છતાં દસ્તાવેજોમાં પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, સંકલિત આદિજાતિ વિકાસ યોજના, માંડવી, સુરતની કચેરીનો ઉલ્લેખ હોવાથી, આ મામલે સક્ષમ સત્તાધિકારી અને અધિકારક્ષેત્ર અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ સંબંધિત જિલ્લા કલેક્ટરો અને આદિજાતિ વિકાસ વિભાગને અપીલ કરી છે કે આદિવાસી પરિવારોના હિતને ધ્યાનમાં રાખીને સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, પરત કરાયેલા દાવાઓની કાયદેસર પ્રક્રિયા મુજબ પુનઃતપાસ કરવામાં આવે અને પાત્ર દાવેદારોને તેમના હકો મળે તે માટે સમયબદ્ધ કાર્યવાહી કરવામાં આવે.


Share

Related posts

અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે માલિકના ટેમ્પાના કોમ્પ્રેશરમી ચોરી કરનાર ડ્રાયવરની કરી ધરપકડ, 3 વર્ષથી હતો ફરાર

ProudOfGujarat

ભરૂચ-અંકલેશ્વર રોડ પર આંગડીયાના કર્મીની આંખમાં મરચુ નાંખી ચપ્પુની અણીએ 45 લાખની લૂંટ

ProudOfGujarat

આજે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!