Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ સેવા સદન ખાતે તિરંગા સાથે સંયુક્ત રાષ્ટ્રનો ધ્વજ લહેરાવાયો : ૨૪ ઓક્ટોબરે સંયુક્ત રાષ્ટ્ર દિવસની ઉજવણી; યુએનનો વાદળી ધ્વજ નાગરિકો અને અરજદારો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો

Share

 

ભરૂચ :

Advertisement

વિશ્વભરમાં ૨૪ ઓક્ટોબરના રોજ સંયુક્ત રાષ્ટ્ર દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે ભરૂચ જિલ્લા સેવા સદન ખાતે પણ આ દિવસ નિમિત્તે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા સેવા સદન સંકુલમાં ભારતના રાષ્ટ્રધ્વજ તિરંગા સાથે સંયુક્ત રાષ્ટ્ર સંઘ (યુએન)નો સત્તાવાર વાદળી ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. એકસાથે લહેરાતા બંને ધ્વજ કચેરીમાં આવતા અરજદારો, મુલાકાતીઓ અને નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ૨૪ ઓક્ટોબર, ૧૯૪૫ના રોજ સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના થઈ હતી. વિશ્વમાં શાંતિ અને સુરક્ષા જાળવવા તેમજ વિવિધ દેશો વચ્ચે આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપવાના હેતુથી સ્થાપિત આ સંસ્થા દ્વારા દર વર્ષે ૨૪ ઓક્ટોબરને સંયુક્ત રાષ્ટ્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

આ દિવસ વિશ્વના દેશો વચ્ચે સહકાર, સંવાદ, એકતા અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વના મહત્વને ઉજાગર કરે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ અને પરસ્પર સહયોગના સંદેશને લોકો સુધી પહોંચાડવા માટે આ દિવસનું વિશેષ મહત્વ છે.

ભરૂચ જિલ્લા સેવા સદન ખાતે તિરંગા સાથે સંયુક્ત રાષ્ટ્રનો વાદળી ધ્વજ લહેરાવાતાં કચેરી સંકુલમાં આવતા લોકોમાં પણ કુતૂહલ જોવા મળ્યું હતું. આ આયોજન દ્વારા વિશ્વશાંતિ, આંતરરાષ્ટ્રીય એકતા અને વિવિધ દેશો વચ્ચે પરસ્પર સહયોગનો સંદેશ આપવામાં આવ્યો હતો.


Share

Related posts

વડોદરા : કરજણના કલા શરીફ ખાતે ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ ફૈઝ યંગ સર્કલ વકફ કમિટી દ્વારા કાર્યક્રમો યોજાયા.

ProudOfGujarat

ભરૂચ ક્રાઈમ બ્રાંચે ૪૫ લાખ ઉપરાંતનો દારૂ જપ્ત કર્યો: બુટલેગરોમાં સનસનાટી

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ૩ વાગ્યા સુધીમાં કુલ ૫૬.૩૪ % મતદાન…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!