Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું, ₹83 હજારની મત્તાની ચોરી :  નિવૃત્ત પોસ્ટ કર્મચારી પત્નીની આંખના ઓપરેશન માટે ભરૂચ ગયા હતા, તે દરમિયાન તસ્કરો તાળું તોડી ઘરમાં ઘૂસ્યા

Share

 

અંકલેશ્વર: શહેરના હાંસોટ રોડ પર આવેલા મોદી નગરમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડ રકમ અને સોનાનું પડ ધરાવતી બંગડીઓ મળી કુલ ₹83 હજારની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે નિવૃત્ત પોસ્ટ કર્મચારીએ અજાણ્યા તસ્કરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Advertisement

મળતી માહિતી મુજબ, અંકલેશ્વરના મોદી નગરમાં મકાન નંબર એલ-6માં રહેતા 67 વર્ષીય સુરેશભાઈ પટેલ પોસ્ટ વિભાગમાંથી નિવૃત્ત થયા છે. ગત 19 ઓક્ટોબરના રોજ તેમની પત્ની રશ્મિકાબેનની આંખનું ઓપરેશન કરાવવાનું હોવાથી દંપતી ભરૂચની પાંચબત્તી નજીક આવેલી આઈ.ક્યૂ. હોસ્પિટલમાં ગયું હતું. ઓપરેશન બાદ હોસ્પિટલમાંથી રજા મળતાં બીજા દિવસે ફરી તપાસ માટે આવવાનું હોવાથી તેઓ ભરૂચમાં રહેતી પુત્રીના ઘરે રોકાઈ ગયા હતા.

દરમિયાન, સુરેશભાઈના પુત્ર જયે રાત્રે આશરે પોણા બાર વાગ્યે મકાનને તાળું મારી મિત્રો સાથે ગાર્ડન સિટીમાં ગરબા રમવા જવાનું નક્કી કર્યું હતું. વહેલી સવારે આશરે ચાર વાગ્યે તે ઘરે પરત ફર્યો ત્યારે મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું. ઘરમાં ચોરી થયાની જાણ થતાં તેણે પિતાને ફોન કર્યો હતો.

સુરેશભાઈ તેમના જમાઈ સાથે ઘરે પહોંચ્યા ત્યારે મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલો હતો. પ્રથમ માળે રાખેલી પતરાની તિજોરીમાં મૂકેલા સ્ટીલના ડબ્બામાંથી આશરે ₹50 હજાર રોકડા અને પત્નીની બે બંગડીઓ તોડી તેના પર લગાવેલું આશરે 2.5 ગ્રામ સોનાનું પડ, જેની કિંમત અંદાજે ₹33 હજાર થાય છે, ચોરી થયાનું જાણવા મળ્યું હતું. રોકડ રકમમાં મંદિરના દાનના નાણાં તેમજ પરિવારની અંગત રકમનો સમાવેશ થતો હતો.

બનાવ અંગે સુરેશભાઈ પટેલે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ચોરીના બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.


Share

Related posts

ચોરીનાં 25 મોબાઇલ અને લેપટોપ સાથે બે ઈસમો ઝડપી પાડતી અંકલેશ્વર શહેર પોલીસ.

ProudOfGujarat

નેત્રંગ શાખાની મુલાકાત લેતા ડિસ્ટ્રીક્ટ બેંકના ચેરમેન અરૂણસિંહ રણા…

ProudOfGujarat

વડોદરાના ગોરવામાં જુગાર રમતા 11 ઇસમોને ઝડપી પાડતી PCB પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!