Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAinternationalUncategorized

નંદેલાવ બ્રિજ પર લક્ઝરીની ટક્કરે બાઇક પરથી પટકાયેલી પત્નીનું મોત : પતિને સામાન્ય ઈજા

Share

ભરૂચ.

ભરૂચ શહેર નંદેલાવ બ્રિજ પરથી એક દંપતી પસાર થઇ રહ્યું હતું. તે વેળાં એક લક્ઝરી ચાલકે તેમને ટક્કર મારતાં પાછળ બેસેલી પત્ની નીચે પટકાતા તેના પર બસનું ટાયર ફરી વળ્યું હતું. ગંભીર ઇજાઓને કારણે તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.

Advertisement

જંબુસરના સંભા ગામે રહેતાં ગેમલસંગ ગોહિલના અંક્લેશ્વરના અંદાડા ગામે રહેતાં એક સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગ હોઇ તે તેમની પત્ની ગજેરા સાથે બાઇક પર અંદાડા ગામે ગયાં હતાં. લગ્ન પ્રસંગ પતાવીને તેઓ બાઇક પર ઘરે પરત જવા માટે નિકળ્યાં હતાં.દરમિયાનમાં નંદેલાવ બ્રીજ પરથી પસાર થતાં સમયે એક બસે તેમની બાઇકને પાછળથી ટક્કર મારતાં પાછળ બેસેલી તેમની પત્ની જમીન પર પટકાતાં બસના ટાયર નીચે આવી ગઇ હતી. ગંભીર ઇજાઓને કારણે તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે સ્થાનિક પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

અંકલેશ્વર : આમલાખાડી રેલવે ઓવરબ્રિજ નીચે મારૂતિ એસ્ટીમ કારમાં અચાનક આગ લાગી.

ProudOfGujarat

પોલીસ નો સપાટો-ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે કેબલ બ્રિજ નજીકથી વિદેશી દારૂ ભરેલી 8 જેટલી લક્ઝુરિયસ કાર ઝડપી પાડી…

ProudOfGujarat

ભરૂચ-અંકલેશ્વર વચ્ચે બેકાબુ બનેલ ઇનોવા કાર વૃક્ષમાં ભટકાઇ : ૪ ને ઇજા એકનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!