Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા તાલુકાના દરૂણિયા ગામ પાસે આવેલ સબા સપુરા ઢોલીવાસ ખાતે રહેતા એક યુવાને પાણી ની વાવ માં ઝંપલાવી આપઘાત કરતા ચકચાર મચી જવા પામી હતી : ઘટના સ્થળ ઉપર પોલીસ પહોંચી

Share

રાજુ સોલંકી ગોધરા
ગોધરા તાલુકા ના દરૂણિયા ગામ પાસે આવેલ સબા સપુરા ઢોલીવાસ ખાતે રહેતા એક બાવીસ વર્ષીય યુવાને પાણીની વાવ મા ભૂસકો મારી આપઘાત કરતા ચકચાર મચી જવા પામી હતી આ બનાવ ની પ્રાપ્ત વિગતો અનુસાર ગોધરા તાલુકાના દરૂણિયા ગામ રહેતા માજી સરપંચ કાંતિભાઈ સોમાભાઈ ઢોલી ના પૌત્ર કમલભાઈ યોગેશભાઇ ઢોલી ને મનોમન કોઈ પ્રશ્ન સતાવતા હોવાના કારણે આજે સવારે તેઓના ગામ માં આવેલ પાણી ની વાવ માં ભૂસકો મારતા ગામ ના અન્ય યુવાનો તેને બચાવવા માટે પડયા હતા પરતું કમલભાઈ ઢોલી એ બચાવવા માટે ગયેલા યુવાનો ને તેની સાથે ખેંચી લેતાં આખરે બચાવ કરનાર યુવાન હાથ છોડી દીધા હતા જેથી ગામલોકો એ તાત્કાલિક ફાયર બ્રિગેડના જવાનો ને જાણ કરતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા પાણી માં ફસાયેલા યુવાન ને ફાયર બ્રિગેડ ના પી. એમ. સોલંકી સહિત ના ફાયર ફાઈટરો એ ભારે જહેમત બાદ યુવાન ને બહાર કાઢયો હતો ત્યાર બાદ ઘટના સ્થળ ઉપર આવેલ પોલીસ ને લાશ સુપ્રત કરી હતી પોલીસ એ લાશ ઉપર કબજો મેળવી ગોધરા સીવીલ હોસ્પિટલ ખાતે પી એમ માટે મોકલી આપી હતી જ્યારે પોલીસ દ્વારા તેના પરિવાર ને વધારે પુછપરછ હાથ ધરી છે યુવાન એ ખરેખર ક્યાં કારણોસર આપઘાત કર્યો છે તે અકબંધ રહસ્ય છે પોલીસ એ આપઘાત કરનાર કમલ ઢોલી ના મોત ના કારણો જાણવા માટે તજવીજ હાથ ધરી છે

Advertisement

Share

Related posts

અંકલેશ્વર- સરકાર પહેલા ટ્રાફિક સિગ્નલ ચાલુ કરે પછી ટ્રાફિકના દંડ વસૂલ કરે તેવી લોક માંગ, અંકલેશ્વર નું ટ્રાફિક સિગ્નલ શોભાના ગાંઠિયા સમાન..

ProudOfGujarat

ઓવરટેક કરવા જઈ રહેલી લકઝરી થી બચવામાં ટ્રકે પલટી ખાધી,સદ્ભાગ્યે ચાલકનો બચાવ…

ProudOfGujarat

ભરૂચના સાંસદ અને વાગરાના ધારાસભ્ય દ્વારા કપાસની ખેતીમાં થયેલ નુકશાન બાબતે રજુઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!