Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પરીક્ષા આપી ઘરે જતાં મિત્રોની બાઈકે ટ્રકે ટક્કર મારતાં એકનું મોત : એકને ઈજા

Share

ભરૂચ તાલુકાના વેસદરા ગામ પાસે બનેલી ઘટના

। ભરૂચ ।

Advertisement

ભરૂચ તાલુકામાં આવેલાં ભાડભૂત ગામે રહેતો કરણ પ્રકાશ માછી એસવીએમઆઈટી કોલેજમાં ડીગ્રી એન્જીનિયરનો ડીએલએમ તરીકે અભ્યાસ કરતો હતો. ગઈકાલે તેની પરીક્ષા હોઈ તે તેના ગામના મિત્ર કિર્તન અંબાલાલ ટંડેલ સાથે બાઈક પર કોલેજમાં પરીક્ષા આપવા માટે ગયાં હતાં. પરીક્ષા આપ્યાં બાદ તેઓ પરત ઘરે જવા માટે બાઈક પર રવાના થયાં હતાં. કિર્તન બાઈક ચલાવી રહ્યો હતો અને કરણ પાછળ બેઠો હતો.

દરમિયાનમાં બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં વેસદરા ગામની વેલકમ હોટલથી વેસદરા પાટિયા વચ્ચેના રોડ પરથી તેઓ પસાર થઈ રહ્યાં હતાં. તે સમયે એક ટ્રકે પાછળથી આવીને તેમની બાઈકને ટક્કર મારતાં બન્ને રોડ પર ફંગોળાઈ ગયાં હતાં. અકસ્માતને પગલે કિર્તનને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. જવારે કરવા પણ થવાયો હતો. દરમિયાનમાં તેમાના ગામની એક ઈકો કાર આવી જતાં તેઓએ બન્નેને તાત્કાલિક સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા હતાં. જ્યાં તબીબે તપાસ કરતાં કિર્તનનું મોત થયાનું જણાવ્યું હતું. મૃતકના દેહને પોસ્ટ મોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે ભરૂચ તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

કરજણ તાલુકાના પુનીતપુરા ગામ ખાતે મૂળનિવાસી એકતા મંચ દ્વારા પ્લાસ્ટીક ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ.

ProudOfGujarat

ભરૂચ : ગેસ પાઇપલાઈનમાં લીકેજ બાદ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ.

ProudOfGujarat

અંક્લેશ્વરમાં વરસાદી પાણી જીનવાલા સ્કુલ કંપાઉન્ડમાં ફરી વળ્યા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!